કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર-સોમનાથ – વેરાવળ રોડને નેશનલ હાઇવેનો દરજજો આપેલ બાદમાં આ નેશનલ હાઇવે આઠ-ઇ ને ફોરટ્રેક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગયેલ, ત્યારબાદ આ ફોરટ્રેક રોડનું કામ પણ શરૂ થયું જેના કારણે જે જૂનો રોડ હતો તેનું મરામત કરવાનું પણ સરકારે બંધ કરી દીધેલ જેથી આ જુના રોડની ખુબ જ બિસ્માર હાલત થઇ જવા પામેલ છે. આ રોડ પરથી આ વિસ્તારમાં આવેલા મોટા મોટા ઉઘોગીક એકમોના વાહનો તથા આ રોડ પરથી હિનદુઓના 10 જયોતિંગ લીંગોમાના પ્રથમ જયોતિંગલીંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને પણ હજારો લોકો વાહનોમાં આજ રોડ પરથી પસાર થતાં હોય છે જેથી હજારો હિન્દુઓ પણ આ રોડની બિસ્માર હાલતના કારણે ખુબ જ નારાજગી છે.
આ નેશનલ હાઇવે 8-ઇ નું ફોરટ્રેક કામ 2018માં પૂર્ણ કરવાનું હતું પરંતુ 2021માં પણ રોડનું કામ મોડ પ0 ટકા જેટલું થયેલ છે. રોડ ખુબ જ બિસ્માર હાલતમાં હોવા છતાં સરકાર દ્વારા શા માટે ટોલટેકસ ઉઘરાવવામાં આવી રહ્યો છે.? તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.
તેમ જ 3 વર્ષ રોડ નહીં બનવાના કારણે મટીરીયલ્સના ભાવો પણ આસમાને પહોચેલ હોય આ રોડ ઓથોરીટીને વધારાની રકમો પોતાની અણધડ વહીવટને કારણે ચુકવવી પડશે. જે અંતે તો પબ્લીક ઉપર જ બોજો આવશે ને? જેથી વધારાની ચુકવાની પડતી રકમ નેશનલ ઓથોરીટીના અધિકારીઓ પાસેથી અને કોન્ટ્રાકટરો આ નેશનલ હાઇવે 8-ઇ ના કારણે રોજે રોજ કોઇને કોઇ પ્રશ્ર્નો ઉભા થાય છે જેમાનો પ્રશ્ર્ન અંગે આજરોજ જાફરાબાદ તાલુકાના છેલણા અને હેમાળ ગામના ગ્રામજનો દ્વારા આજરોજ નાયબ કલેકટર રાજુલાને આવેદન પત્ર પાઠવ્યા છે. આ આવેદન પત્રમાં બન્ને ગામના ગ્રામજનોએ એવું જણાવેલ છે કે, હાલમાં રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે.
દિવસ સાતમાં આ માર્ગનું અને અમારા પ્રશ્ર્નોનું નિરાકરણ નહી આવે તો અમો ગાંધી ચિન્હા માર્ગે આંદોલન કરીશું અને ચકકાજામ કરીશું તેવું હેમાળ ગામના સરપંચ મહાવીરભાઇ રાણીંગભાઇ તથા છેલણા ગામના સરપંચ ગીતાબેન દિપકભાઇ લોલડીયાએ જણાવેલ છે.