જી.એલ.કાકડિયા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહીત પાંચ વિધાર્થીઓની અટકાયત
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના બી.કોમ. સેમેસ્ટર-6ના એકાઉન્ટના પેપર લીક મામલે પોલીસે એક કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને 5 વિદ્યાર્થીઓની અટક કરી છે. આ અંગે મળતી વિગત મુજબ એમ.કે.બી. યુનિ.ના બી.કોમ. સેમે-6ના એકાઉન્ટનું પેપર શરૂ થવાની 18 મીનિટ પહેલા સોશ્યલ મીડિયામાં લીક થયુ હતું. જે અંગે યુનિ.ના પરીક્ષા નિયામક ઉમેશ રાવળે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર લેખીત જાણ પણ કરી હતી.
પેપરલીકની ઘટના મામલે સરકાર દ્વારા પણ ગહન તપાસના આદેશ થયા બાદ પોલીસ તંત્રએ રવિવારે રાત્રે તમામ પરીક્ષા સેન્ટરોના સી.સી. ટી.વી. કચેરીના કુટેજ અને સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજના આધારે તપાસ હાથ ધરી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણે એક કોલેજ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને 5 વિદ્યાર્થીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
આ મામલે પેપર લીક થયાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ પણ ભાવનગરમાં હોવાથી અમીતભાઈએ સમગ્ર મામલે તેમને જાણ કરી હતી. અને ત્યારબાદ પોલીસમાં સામેથી આ બનાવની જાણ કરવા ગયા હતા. જોકે પોલીસે પ્રથમ દર્શનીય ગુનો સમજી તેમને પોલીસ સ્ટેશને બેસાડી દીધા હતા. આ ઉપરાંત કાળીયાબીડ, ભરતનગર સહિત જુદા જુદા વિસ્તારમાં રહેતા પાંચેક વિદ્યાર્થીઓને પણ મોબાઈલ ડીટેઈલના આધારે પોલીસે અટકમાં લીધા છે.