ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ /જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે રણજીતભાઇ વલ્લભભાઇ સોનાણી રહે.ચમારડી દરવાજા ભટ્ટ શેરી વલ્લભીપુર વાળા તેના કબ્જા ભોગવટાની વાડી વલ્લભીપુર ભાવનગર હાઇવે રોડની ડાબી બાજુ આવેલ તેની કબ્જાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગાર નો અખાડો ચલાવે છે.
જે હકિકત આઘારે આજરોજ બાતમી વાળી જગ્યા એ રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ ચાર ઇસમો જુગાર રમતા મળી આવતા જેમાં (૧) રણજીતભાઇ વલ્લભભાઇ ઉવ. ૪૨ રહે. વલ્લભીપુર (ર) રજાકભાલ સતારભાઇ ઉવ. ૪૩ રહે. શિહોર (૩) અલ્તાફભાઇ હનીફભાઇ ઉવ.૪૧ રહે.ભાવનગર (૪) કેતનભાઇ વનમાળીભાઇ ઉવ. ૩૫ રહે. વલ્લભીપુર વાળાના કબ્જા માંથી રોકડ રૂપિયા ૨,૦૦,૭૦૦/- તથા ગંજીપતાના પાના તથા મારૂતી રીડર્ઝ કિ.રૂ.૨,પ૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૮૮,૭૦૦/-નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ્માં પોલીસ સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા એ જુગારઘારા કલમ-૪/૫ મુજબની કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુર.ન. ૪૪/૨૦૧૯ થી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ.જીવણભાઇ આહિર તથા પો.કોન્સ.ઇમ્તીયાઝખાન પઠાણ તથા તરૂણભાઇ નાંદવા તથા નરશેભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા