ભાવનગર શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાથી સસ્તા અનાજની દુકાનોમાથી ગરીબોને રેશનકાર્ડ આધારે વિતરણ કરાતો ઘઉં નો મસમોટો જથ્થો પુરવઠા વિભાગની ટીમે ઝડપી તપાસનો ધમધમાટ આદર્યો હતો.

આજે સવારે ભાવનગર પુરવઠા વિભાગની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે , ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટનં -370 મા સસ્તા અનાજની સરકારી દુકાનો રેશનિંગ શોપમાથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉંનો જથ્થો પડ્યો છે જે આધારે પુરવઠા  વિભાગના અધિકારીઓ સ્થળપર જય તપાસ કરતા આ જથ્થો સરકારે રાહતદરની દુકાનોમાં ફાળવેલ ઘઉંનો જથ્થો જ હોવાનું પુરવાર થતાં ટીમે 150 ટનથી વધુ ઘઉંનો જથ્થો જપ્ત કર્યો હતો અને ફેકટરી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરીમાંથી અગાઉ પણ કાળા બજારનાં અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો લોકોમા થતી ચર્ચા મુજબ ફેક્ટરી ધારક દ્વારા રેશનિંગમા વિતરણ થતાં ઘઉં ખરીદી તેનો મેંદો બનાવી એક્સપર્ટ કરવામાં આવે છે હાલમાં તપાસ શરૂ હોય આથી તપાસ પૂર્ણ થયે સમગ્ર કૌભાંડ બહાર આવશે તેમ પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.