ભાવનગરના શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના વિધાર્થીઓએ દિલ્હીમાં સુલભ સોશ્યલ સર્વિસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના શૈક્ષણિક અને સંશોધન કાર્યક્રમમા ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીજીની ઉચ્ચ શિક્ષણની માતૃસંસ્થા શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓને સુલભ સોશ્યલ સર્વિસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દિલ્હીની સ્વચ્છતા પ્રવૃત્તિઓના અભ્યાસ અને સંશોધનની તક મળી હતી આ સંસ્થાએ તા. ૧૫-૦૩-૨૦૨૫ થી તા. ૧૮-૦૩-૨૦૨૫ સુધી સ્વચ્છતા ક્ષેત્રનું શૈક્ષણિક અને સંશોધનનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં ૧૨ બહેનો અને ૦૮ ભાઈઓ, ઇતિહાસ વિભાગના ૦૪ અધ્યાપકો પણ જોડાયા હતા.
ડો. લક્ષ્મણ વાઢેળ “સ્વચ્છતા ઔર ડૉ. બિન્દેશ્વર પાઠકજી કે વિચારો કી પ્રાસંગિકતા” ડો. પવનકુમાર જાંબુચા” ભારત મેં સુલભ શૌચાલય એક વરદાન”, ડો. વિજય કંટારીયા “ સ્વચ્છતા આંદોલન મે ડૉ. બિન્દેશ્વર પાઠકજી કા યોગદાન”, ડો. દિવ્યજીતસિંહ ગોહિલ “માનવ અધિકારો મેં સુલભ સોશ્યલ સર્વિસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન કા યોગદાન” પર શોધપત્રોનું લેખન કર્યું હતું.
અહેવાલ: રોહિત સંગતાણી