ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફે ભરતનગર, વારાહી સોસાયટી, પ્લોટનં-૫૧, ના રહેણાંકી મકાનમાંથી (૧) હાર્દીકભાઇ જગદીશભાઇ ભુતૈયા ઉ.વ.૨૨ રહે. વારાહી સોસાયટી, પ્લોટનં-૫૧, ભાવનગર (૨) રાકેશભાઇ રાજુભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે. વારાહી સોસાયટી, પ્લોટનં-૨૬(બી) ભાવનગર વાળાને ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-૨૩ કિ.રૂ| ૧૭,૧૦૦/- સાથે પકડી પાડી ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ જોડાયા હતા.