- ભાવનગરના ઢસા ગામે SMC એ 38 લાખનો દારૂ ઝડપ્યો
- પોલીસે વાહન ચાલકની કરી ધરપકડ
ગઢડા તાલુકાના ઢસા ગામે વિદેશી દારૂની જંગી હેરાફેરીની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આવતા ખીચોખીચ દારૂથી ભરેલી આઈસર ટ્રક મળી આવતા અનેક તર્કવિતર્કો વચ્ચે દારૂના કારોબાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, ત્યારે પોલીસે દારૂ અને ટ્રકને જપ્ત કરી છે અને આઈસર ચાલકની ધરપકડ કરી છે.
અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી
આ દરમિયાન વધારે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર: ઢસા ગામેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક પસાર થતી હોવાનું બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના PI તથા સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખી એક આઈશર ટ્રક ઝડપી લેવામાં આવી હતી. તેમજ આ આઈશર ટ્રકમાંથી કુલ 13,929 બોટલ મળી આવતા અંદાજે 645 જેટલો જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતુ.
SMCએ હાથધરી તપાસ
આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 38 લાખ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન આઈશર ટ્રક અને દારૂ સહિત કુલ રૂપિયા 38 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ આઈશર ટ્રકના ચાલકની અટકાયત કરી જરૂરી પૂછપરછ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ મોટી રેઈડ બાદ પોલીસ દ્વારા દારૂ ભરેલી ટ્રક જપ્ત કરી ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન ઢસા પોલીસ સ્ટેશન લાવી કોનો દારૂ હોવાનુ અને કયા ઉતારવાનો હોવા સહિત દારૂ સંબંધી જીણવટ ભરી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ દિવસ અગાઉ પણ ભાવનગરમાંથી દારૂ સાથે બે ઝડપાયા
ભાવનગર વેળાવદર પોલીસ સ્ટાફનાં માણસો મત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. ત્યારે એ દરમિયાન બાતમી મળેલ કે, એક ધોલેરાથી ભાવનગર તરફ એક સિલ્વર કલરની અલ્ટો ગાડી ફોર વ્હીલ કારમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે ભાવનગર તરફ લઇને આવે છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ અધેળાઈ ભડભીડ રોડ 3 નંબરની ખાડીના પુલ પાસેથી રોડ ઉપર વોચમાં રહેતાં કારમાં ભરેલ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની જ્હોન વિહસ્કી તથા સ્કોટલેન્ડ ગ્રોરજીસ લખેલ કંપની સીલપેક બોટલો મળી આવી હતી.