દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં 10 ગામના ખેડૂતોએ મોટી સંખ્યા વિશાળ રેલી યોજી હતી.ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત અને પોલીસ વચ્ચે મામલો બીચક્યો હતો. પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા.
ટીયરગેસના સેલ છોડાયા બાદ ખેડૂતો વિફર્યા હતા. પોલીસે પર પથ્થરમારો કરતાં અનેક પોલીસકર્મીને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. તો સામે ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
દાઠા ગામ ખાતે પરિસ્થિતિ તંગ બનતાં જિલ્લાભરના પોલીસને રવાના કરી દેવાઈ હતી. બાડી પડવા માઈનિંગના વિરોધને પગલે ગામ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.