◆ ભાવનગરના ઘોઘારોડ તળાવ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો.
◆ ભાવનગરમાં તબીબ સહિતના વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા.
◆ ભાવનગર પોલીસ તથા મહાનગરપાલિકા તંત્ર જરૂરિયાતમંદોની મદદ માટે તત્પર – મદદ માટે નંબર જાહેર કરાયા.
◆ ભાવનગર જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર 71 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો – રેન્જમાં કુલ ૨૫૦ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી.
◆ ભાવનગર જિલ્લાના તમામ ન્યાયાધીશો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપશે.
◆ આઈ.પી.એસ એસોસિએશન દ્વારા પણ મુખ્યમંત્રી રાહતનિધિમાં એક દિવસનો પગાર આપશે.
◆ સોશ્યલ મીડિયામાં ખોટી અફવા ફેલાવવા બદલ વધુ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો – રેન્જમાં કુલ ૩ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી.
◆ રેડક્રોસ સોસાયટી દ્વારા મીડિયાકર્મીઓને માસ્ક તથા સેનેટાઇઝર કીટનું વિતરણ કરાયું.
◆ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૨૧ લાખનો ચેક અર્પણ કરશે.
◆ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ.
◆ ધોળા ગામ ખાતે મુસાફરો માટે ચા – નાસ્તાની વ્યવસ્થા કરાઈ.
◆ સંપર્કમાં આવેલ વ્યક્તિઓની યાદી બનાવવા જિલ્લા વિકાસ અધિકારીનું સૂચન.
◆ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ડુંગળી-બટેટાની કીટનું વિતરણ.