- શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજનો 49મો વાર્ષિકોત્સવ ઉજવાયો
- મહાનુભાવોના હસ્તે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાં
ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટ્સ કૉલેજનો ગઈકાલે 49મો વાર્ષિકોત્સવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એમ. એમ. ત્રિવેદી (ઇ.ચા)ના અધ્યક્ષપદે યોજાયો હતો. જેમાં મહાનુભાવોના વરદ હસ્તે વર્ષ દરમિયાન આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયાં હતાં.
પ્રારંભમાં કૉલેજના ટ્રસ્ટી રેણુકા કાપડિયાએ સૌને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રોફેસર એસ.કે.ઉપાધ્યાયે વર્ષ દરમિયાન કૉલેજમાં યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આચાર્ય (ઇ.ચા) ડૉ.ચંદ્રિકા સોલંકી અને ડૉ. કે. ડી. દવેએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. મહેન્દ્રસિંહ ડાભી અને ડૉ. વૈશાલી પટોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું જયારે ડૉ. નિલેશ સેતા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
વાર્ષિકોત્સવના યોજાયેલા કાર્યક્રમમાં સમાજ કલ્યાણ અધિકારી મીના રાઠોડ,મંગલભારતી લોકશાળા હાથબના આચાર્ય રણુ બરાળ સહિત કોલેજનો સમગ્ર સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : આનંદસિંહ રાણા