Abtak Media Google News
  • પોલીસ અધિક્ષક દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવા હુકમ
  • હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરાઈ
  • ઇસમોની ધોરણસર અટકાયત કરાઈ

ભાવનગર ન્યૂઝ : તારીખ ૨૦/૦૬/૨૦૨૪ના રોજ રાત્રીના TI ટ્રેડર્સ પ્લોટ નં. F-8, F-9  માઢીયા રોડ, વિકટર રોલીંગ મીલ પાસે, ભાવનગરના ચોકીદારોના હાથ-પગ બાંધી દઇને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઇલ ફોન લુંટી લઇને ટ્રક રજી.નંબર-HR-74-B 8129 ડેલામાં લાવી ડેલામાં પડેલ કોપર વજન આશરે ૧ ટન જેટલો ભરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડેલા બહાર મજુર આવતાં લુંટ કરવા માટે આવેલ માણસો ટ્રક મુકીને ભાગી ગયા હતા. ત્યારબાદ બંધક બનાવેલ ચોકીદારોને છોડાવવામાં આવ્યો હતો. જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લુંટ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

Img 20240626 Wa0133

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે આ ગુન્હાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા હુકમ કરી આ ગુન્હો શોધી કાઢવા માટે એ.આર.વાળા પોલીસ ઇન્સપેક્ટર,LCB ,ભાવનગર તથા LCB ના અધિકારી/માણસોને સખત સુચના આપવામાં આવી હતી.

લુંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાયવર મળી આવ્યો

આ ગુન્હાની તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમોની પુછપરછ કરવામાં આવી હતી. આ ગુન્હાના કામે લુંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાયવર મળી આવ્યો હતો. જે ટ્રક ડ્રાયવરની પુછપરછ દરમિયાન આ ગુન્હાના કામે લુંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાયવર સલીમ સમી ખાન રહેવાસી ટીગાંવ, મેવાત, હરિયાણાવાળાને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાયવરનો મોબાઇલ, રૂ.૩,૦૦૦/- તથા ટ્રકની લુંટ કરી ઉપરોકત ડેલામાં લુંટ કરેલ ટ્રક લઇને ગયેલ હોવાની હકિકત જણાવવામાં આવી હતી.

લુંટને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી

આ તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસને આ લુંટમાં સંડોવાયેલ બે ઇસમો અંગે માહિતી મળી આવતાં ગઇકાલે આરીફ ધોળીયા તથા યુસુફ ધોળીયા રહેવાસી ભાવનગરવાળાની પુછપરછ કરતાં તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લુંટને અંજામ આપેલ હોવાની કબુલાત કરી હતી. જેથી એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ લુંટમાં સંડોવાયેલ અન્ય ઇસમોની ભાળ મેળવી તેઓની આ ગુન્હાના કામે ધોરણસર અટકાયત કરવામાં આવી હતી.Img 20240626 Wa0134

આરોપીઓઃ

  1. આશીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.૩૩ રહે.વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા, ભાવનગર
  2. આરીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.૩૨ રહે.ઇબ્રાહીમ મસ્જીદ બાજુમાં, શિશુવિહાર સર્કલ પાસે, ભાવનગર
  3. હનીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.૩૬ રહે.વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા, ભાવનગર
  4. યુનુસભાઇ રહીમભાઇ ગલઢેરા ઉ.વ.૩૭ રહે.વિરસિંગની ડેલી, વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા,ભાવનગર
  5. યાસીન હારૂનભાઇ લાખાણી ઉ.વ.૩૦ રહે. કે.જી.એન મસ્જીદ પાસે, સાંઢીયાવાડ, ભાવનગર
  6. મીહીર ઉર્ફે બાડો મુકેશભાઇ ટાંક ઉ.વ.૨૦ રહે.મેરૂ વિઠ્ઠલનો ડેલો, તાલુકા શાળા નં.૦૬ની સામે,વડવા તલાવડી, ભાવનગર મુળ-ત્રણ માળીયા ભાડેથી,વિઠ્ઠલવાડી,ભાવનગર
  7. સમીર મુકેશભાઇ ટાંક ઉ.વ.૧૮ રહે. મેરૂ વિઠ્ઠલનો ડેલો, તાલુકા શાળા નં.૦૬ની સામે,વડવા તલાવડી, ભાવનગર મુળ-ત્રણ માળીયા ભાડેથી,વિઠ્ઠલવાડી,ભાવનગર
  8. ઇમરાન અહેમદભાઇ મહેતર ઉ.વ.૩૪ રહે.૧૪ નાળા,મફતનગર, લંબે હનુમાન સામે, ઘોઘા જકાતનાકા, ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ

મોબાઇલ નંગ-૦૯ કિ.રૂ.૧,૨૦,૫૦૦/-,

ભુરા કલરની મારૂતિ કંપનીની સ્વીફટ કાર રજી.નંબર-GJ-05-RQ-0391 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-,

આર.સી.બુક તથા પહોંચ મળી કુલ રૂ.૬,૨૦,૫૦૦/-નો મુદ્દામાલ

આરોપીઓની ગુન્હો કરવાની રીતઃ

આ ગુન્હાના આરોપી મિહીરે અમીનભાઇના ડેલામાં કોપર પડેલ હોવાની હનિફને જાણ કરી હતી ત્યાર પછી આ તમામ આરોપીઓએ ભેગાં મળીને ગુન્હાહિત કાવતરૂં રચી, ટ્રક ભાડે લેવાના બહાને ડ્રાયવરનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રૂ.૩,૦૦૦/-, મોબાઇલ ફોન તથા ટ્રકની લુંટ કરી તે ટ્રકનો ડેલામાંથી કોપર લુંટવા માટે ઉપયોગ કરી ચોકીદારોને બાંધવા માટે દોરડા, પ્લાસ્ટીક લોક, માસ્ક વિગેરે લઇને લુંટને અંજામ આપ્યો હતો.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ

પોલીસ ઇન્સપેક્ટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી.જેબલીયા તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, બાબાભાઇ હરકટ સંજયભાઇ ચુડાસમા, લગ્ધીરસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર, અનિલભાઇ સોલંકી, એજાજખાન પઠાણ, હરિચંદ્દસિંહ દિલુભા તથા નેત્રમ કંટ્રોલ રૂમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.