પરીણીતા અને મીત્ર વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે સુયા વડે મોતને ઘાટ ઉતારી માસુમને છરી વડે ઢીમ ઢાળી દીધુ હતુ
ભાવનગર શહેરમાં તખ્તેશ્વર વિસ્તારમાં દોઢ વર્ષ પૂર્વે મોબાઈલ ફોનમાં વાતો કરવાના મામલે થયેલી બોલાચાલીમાં માતા-પુત્રની કરપીણ હત્યાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીએ આજીવન કેદની સજાનો હુકમ અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
વધુ વિગત મુજબ મુળ મહારાષ્ટ્રના અને ભાવનગર શહેરના સહેલાણી નગર પાસે આવેલ અંકોલા ફડકે નગરમાં રહેતા અંકીતા પ્રકાશભાઈ જોષી અને તેનો 13 વર્ષનો પુત્ર શિવમની તા.8/7/21 ના રોજ હત્યા કર્યાની હેમલ ભુપેન્દ્રભાઈ શાહ નામના શખ્સ સામે ફરીયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે હેમેન્દ્રે શાહની ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં હેમલ શાહને અંકીતાબેન જોષી સાથે એક વર્ષથી મીત્રતા હતી અને બન્ને અવાર-નવાર મળતા હતા બાદ હેમલ શાહે અંકીતાબેન જોષીએ પોતાના ફલેટે રોકાવવા માટે બોલાવ્યા હતા ત્યારે અંકીતાબેન શાહ મોડી રાત્રે મોબાઈલ ફોનમાં અન્ય વ્યકિત સાથે વાત કરતા હોય તે હેમલ શાહને સારૂ ન લાગતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા ઉશ્કેરાયેલા હેમલ શાહે અંકીતાબેન અને તે7ના પુત્ર શિવમ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. શિવમની લાશને ગોદળામાં વીટી વરતેજ નજીક અવાવરૂ સ્થળે ફેકી દીધાની કબુલાત આપી હતી.
અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદ પક્ષે કુલ 36 સાહેદોઓને તપાસવામાં અને 58 દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ મનોજ જોષી દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના તાકેલા જજમેન્ટોને ઘ્યાને લઈ ડીસ્ટ્રીકટ જજ એલ.એસ.પીરઝાદાએ હેમલ શાહને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.