ચુડાનો કોઝવે તૂટતાં ખુદ જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગત મેળવી.તત્કાલ ધોરણે આગામી સમય માં કોઝવેનું કામ શરૂ કરવા તાકીદ કરવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ છેલ્લા એક સપ્તાહ થી ખૂબ વરસાદના પગલે અનેક નાળા અને નદીઓમાં નવા નીર ની આવક થઈ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ અનેક નાળા અને નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે.ત્યારે જિલ્લામાં ગામડાઓના રસ્તાઓ અને કોઝવે નદીઓ પરથી નીકળે છે.
સુરેન્દ્રનગર શહેર તેમજ જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત મેઘમહેર ચાલુ છે ત્યારે ચુડા તાલુકામાં પણ અંદાજે ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસ માં સતત પડી રહેલ વરસાદ થી ભાવનગર – સુરેન્દ્રનગર ને જોડતો ચુડા ના છલાળા બલાળા ગામ નો કોઝવે તૂટતાં ગામો સંપર્ક વિહોણા બનતા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કે .રાજનએ જાત મુલાકાત લઇ અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી હંગામી ધોરણે ચાલુ માર્ગ કરાવેલ અને આગામી દિવસોમાં નવો કોઝવે બનાવવા તાત્કાલિક ધોરણે દરખાસ્ત મોકલે છે.