એસઓજીએ ગાંજા સહિત રૂ.4.37 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

 

અબતક-રાજકોટ

ભાવનગરમાં વરતેજ પાસે નારી ચોરડી નજીકથી એસઓજીએ 42 કિલોના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ગાંજાનો જથ્થો મોકલનાર શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે. એસઓજી સ્ટાફે દરોડો પાડી ગાંજો સહિત રૂ.4.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે, રતનપર ગામે રહેતા બે ઈસમો ગાંજાનો મોટો જથ્થો લઇને નારી ચોકડી આવવાના છે. જે બાતમી આધારે ઓપરેશન ગોઠવી નારી ચોકડી પાસેથી આરોપી મનસુખ નાનુ પરમાર (ઉ.વ.35) તથા પાંચા માવજી પરમાર વાળાઓને ગાંજા ભરેલા થેલા તથા કોથળા મળી રૂ. 4,25,100ની કિંમતનો કુલ ગાંજો વજન 42 કિલો 510 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો.ભાવનગર એસઓજી સ્ટાફે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન-2 તથા રોકડ રૂપિયા 11,300 મળી કુલ રૂ.4,37,400ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ દિલીપસિંહ ગોહિલે ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો કરાવી આગળની તપાસ માટે વરતેજ પોલીસ ચલાવી રહી છે.

તો રાજુલાના શખ્સ બાબુ મુસ્લિમે સુરતથી આ જથ્થો મગાવ્યાની જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.