આયુષને ફિઝિકસમાં -100, કેમેસ્ટ્રીમાં- 99.18 તથા મેથ્સમાં- 98.19, આમ કુલ- 99.41 પર્સન્ટાઇલ મેળવ્યા

દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE-મેઇનની ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાવનગરની વિદ્યાધીશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું, શાળા દ્વારા આયુષને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી.

બા-બાપુજી, માતા-પિતા અને મોટાભાઈનો સાથ સહકારથી મને આ સિદ્ધિ મળી છે તેના સાચા હક્કદાર છે. પિતા દિલીપભાઈ રમાણિકભાઈ ભૂત જે પોતે ખાલી એસએસસી ભણેલા છે. માતા હીનાબેનએ બી.એસસી ભણેલા છે. જ્યારે તેનો મોટો ભાઈ અંકિતએ કોમ્યુટર એન્જિનિયર કર્યું છે. આમ પરિવારમાં સૌથી ઓછા તેના પિતા જ આછું ભણ્યા છે, પિતા પોતે પ્લાસ્ટિકના વેપારી છે.

ayush bhut 2

આયુષનો મોટાભાઈ અંકિતએ જણાવ્યું હતું કે રોજ તે 8થી 10 કલાકનું વાંચન કરતો હતો. JEEની પરીક્ષામાં ત્રણ પેપરો હોય છે જેમાં ફિઝિકસ, કેમિસ્ટ્રી અને મેથ્સ આ ત્રણેય પેપરો માટે ત્રણ કલાકની સમયમાં પુરાકરવાના હોય છે જેમાંથી આયુષે ફિઝિકસનો પેપર 40 મિનિટમાં જ પૂર્ણ કરી નાખ્યો હતો. જેમાં ફિઝિકસમાં -100, કેમેસ્ટ્રીમાં- 99.18 તથા મેથ્સમાં- 98.19, આમ ત્રણેય થઈ કુલ- 99.41 પર્સન્ટાઇલ મળ્યા હતા.

આયુષે જણાવ્યું હતુ કે, આ પરીક્ષામાં સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા, મારા મોટાભાઈ અંકિતભાઈ અને શિક્ષકોનો અને મેનેજમેન્ટનો આભાર માનું છું. રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભવિષ્યમાં ડિગ્રી મેળવ્યા બાદ એરોનોટિકલ એન્જિનિયર બની ઇસરો અથવા ભાભા ઈન્સ્ટિટ્યૂટમાં જવાની ઈચ્છા છે. આ સિદ્ધિ બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે મને જ્યારે પણ ટાઈમપાસના સમયમાં હું 1 કલાક ટીવી જોતો હતો અને મને ક્રિકેટ અને બેડમિન્ટન રમવાનો શોખ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.