પ્રેમજાળમાં ફસાવી,લગ્નની લાલચ દઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પાણી પુરવઠા બોર્ડના કર્મચારીની ધરપકડ
રાજકોટમાં પાણી પુરવઠા બોર્ડમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ભાવનગરના એ.એસ.આઇ ના પુત્રએ એક યુવતીને લગ્નની લાલચ આપી તેના પર અવારા નવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી તરછોડી દેતા યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાયૅવાહી હાથધરી છે.
વિગતો મુજબ ભોગ બનનાર મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, ૨૦૧૭ની સાલમાં ફેસબુક મારફત ભાવનગરના ઉમરાળા પોલીસ લાઈનમાં રહેતા રાજદિપસિંહ સાથે પરિચય થયો હતો. બાદમાં બંને ફોન ઉપર વાતચીત કરતા હતા. એક દિવસ રાજદિપસિંહે તેને નાસ્તો કરવા માટે કોટેચા ચોકમાં આવેલા પીઝા પાર્લરમાં બોલાવી હતી. જયાં લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
ત્યારબાદ બન્ને ચોધરી હાઈસ્કૂલ પાસે આવેલા એક કપલ કેફેમાં ગયા હતા અને કુંડલીયા કોલેજની સામે આવેલા એપાર્ટમેન્ટમાં મળતા હતા. અને કપલ બોક્ષમાં રાજદિપસિંહે તેની મરજી વિરૂધ્ધ બે કે ત્રણ વખત શરીર સંબંધ બાંધી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. થોડા સમય બાદ તેણે રાજદિપસિંહને લગ્નનું કહેતા નોકરી લાગે પછી લગ્ન કરવાની વાત કરી હતી.
નોકરીએ લાગ્યા બાદ ફરીથી પોતાના લગ્નની પરિવારના સભ્યો સાથે વાત નહીં કરૂ જેથી તેણે રાજદિપસિંહ પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી કોલ કર્યા હતા. પરંતુ નંબર ખોટા હોવાથી કોલ લાગ્યા ન હતા. આમ છતાં રાજદિપસિંહ નંબર સાચા હોવાનું રટણ કરતો રહ્યો હતો. આખરે તેને તેના ઘરે જશે તેમ કહેતા એવી ધમકી આપી હતી કે જો તું મારા ઘરે ગઈ તો બીજા દિવસે હું મરી જઈશ થોડા સમય બાદ રાજદિપસિંહના માસીએ તેને કોલ કરી સમજાવટ કરી હતી.
સાથોસાથ ઘરે આવવાનું કહેતા તે ઉમરાળા ગામે ગઈ હતી. જેમાં રાજદિપસિંહના પિતાએ વાતચીત કર્યા બાદ કહ્યું કે જો તેના પુત્રનો વાંક હશે તો સામેથી બોલાવશે. પરંતુ ઘણો સમય વીતી જવા છતા બોલાવી ન હતી. બીજી તરફ રાજદિપસિંહે પણ તેનો નંબર બ્લોક કરી નાખતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પીઆઈ બી.એમ. ઝણકાટે દૂષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.