રેલ પ્રશાસન દ્વારા પ્રવાસીઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નં. 12941/12942 ભાવનગર –આસનસોલ પારસનાથ સાપ્તાહિક એક્સપ્રેસનું 13 જૂન 2018 થી કોટા ડિવિઝનના નાગદા-કોટા વચ્ચે સ્થિત શામગઢ સ્ટેશન પર રોકાણ પ્રારંભ કરવામાં આવેલ છે.
જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉક્ત તારીખથી ટ્રેન નં. 12941 ભાવનગર –આસનસોલ પારસનાથ એક્સપ્રેસ 08.12 કલાકે શામગઢ પહોંચીને 08.13 કલાકે આસનસોલ માટે પ્રસ્થાન કરશે. પરતમાં ટ્રેન નં. 12942 આસનસોલ -ભાવનગર પારસનાથ એક્સપ્રેસ 19.48 કલાકે શામગઢ પહોંચીને 19.49 કલાકે ભાવનગર માટે પ્રસ્થાન કરશે. ઉક્ત રોકાણ પ્રાયોગિક ધોરણે આગામી છ માસ માટે પ્રદાન કરવામાં આવેલ છે.