બોલિવુડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ મૂવીને ઓડિયન્સથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યાં જ દેશના ઘણા રાજ્યોમાં ‘ધ કેરલ સ્ટોરી’ બેન થઈ ગઈ છે તો ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે અનેક લોકો દ્વારા આ ફિલ્મ દીકરીઓને ફ્રીમાં બતાવવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે અલંગ ના બીઝનેસમેન કાર્તિક સોમાણી આ સત્કાર્યમાં જોડાયા છે.
અલંગ ના બીઝનેસમેન કાર્તિક સોમાણી અને તેમના જીવનસંગિની ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન યોગ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા હેતસ્વી સોમાણી દ્વારા અલગ અલગ કોલેજ ની 400 થી વધારે દીકરીઓ ને the kerla story ફિલ્મ ફ્રી માં ભાવનગરના થિયેટર માં દર્શાવામાં આવી હતી
એક યોગ્ય સમજ ના ભાગ રૂપે એકસાથે એટલી બધી દીકરીઓ ને ફિલ્મ બતવાનો વિચાર કાર્તિક સોમાણી નો ખુબ સરાહનીય છે તેની પાછળ મુખ્ય હેતુ તે છે કે દીકરીઓ ખોટા રસ્તા થી પાછી વળે અને જે દૂર્ધઘટના કેરલા માં બની તે આપડા ભારત ,ગુજરાત અને ભાવનગર માં ના બને તેમજ દીકરીઓ જાગૃત બને મજબૂત બને, પોતાના માતાપિતા અને પોતાના ભારત દેશ ના હિત માં વિચારે અને પોતાનું ભવિષ્ય દાવ પર ના ચડાવે.