હોસ્પીટલના નિયમો પ્રમાંણે હોસ્પિટલ માં અંદર પાન માવા લઇ જવાની મનાઈ છે તેમેજ હોસ્પીટલ ના પરિસદ મા પાન માવા ખાઈ નેટ થુંકનાર ને દંડ ની જોગવાઈ છૅ. પરંતુ અહીંયા તો ચોંકીદારો ખુદ પાન માવા નિ ટેશ મારતા નજરે પડે છૅ.સવાર ની તાજી હવા મા છાપું વાંચી સાથે માવા ખાઈ ને ડ્યુટી નિભાવે છે.
એટલુંજ નહિ પણ હોસ્પિટલ ના મેન દરવાજે થી ગાયો ખુંટીયાઓ અંદર આવિ જાય છે.જેમાં sbi બેંક નુ ATM આવેલ છૅ ત્યાં પણ 1 ચોકીદાર હોઈ છૅ.ગાયો ને હાંકવાને બદલે ભલે ને અંદર આવે જેવા જવાબ આપી પોતાની જ્વાબદારી ભૂલી જાય છે.
તેમેજ દર્દી ના સગા વ્હાલા તેમેજ હોસ્પિટલની અંદર પ્રવેશ કરતા દરેક વ્યક્તિ ના ખીસ્સા ચેક કરવાની ફરજમાં આવે છે તે છતાં પણ ઉપર છલ્લું ચેક કરીને જવા દેવામાં આવે છે પરિણામે હોસ્પિટલના સંડાશ બાથરૂમ બીજા માળે ત્રીજામાળે તેમજ ચોથામાળ ની બાલ્કની ઓમાં પાન માવા ખાય થુંકી ને ગંદકી ફેલાય છે..