ભાવનગરના કરચલીયાપરામાં કોળી યુવકને સગાઈ કેમ કરી કહી ત્રણ શખ્સોએ છરીથી  કરેલા હુમલામાં બચાવવા વચ્ચે પડેલા  કુટુંબી કાકા ગંભીર રીતે ઘવાતા  ઘટના સ્થળે મોત નિપજયું છે. હુમલામાં યુવક અને તેની માા ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ત્રણેય શખ્સો સામે  હત્યાનો ગુનોનોંધી શોધખોલ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કરચલીયાપરામાં રહેતા દિપક તુલશીભાઈ મેર નામના 35 વર્ષના કોળી યુવાને છરીના  ઘા ઝીંકી કિશન ધીરૂ રાઠોડ, રોહિત ઉર્ફે બાપુ રમેશ સોલંકી અને મહેશ ઉર્ફે  મયલો નામના શખ્સોએ હત્યા કર્યાની નિકીતાબેન રામભાઈ બારૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં  નિકીતાબેન બારૈયા અને તેના પુત્ર માનવ ઘવાતા બંનેને સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

યુવતીનું  બે માસ પહેલા પુન:  સગપણ થતા પ્રથમ મંગેતરના મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું

ભત્રીજાને બચાવવા જતા કુટુંબી કાકાએ જીવ ગુમાવ્યો

માનવ મેરની બે માસ પહેલા વિરૂબેન નામની યુવતી સાથે સગાઈ થઈ હતી વિરૂબેનની આ પહેલા ત્રણ વર્ષ પહેલા હરેશ ભરત બારૈયા સાથે  સગાઈ થઈ હતી. હરેશ અને વિરૂબેન વચ્ચે મોબાઈલમાં વાત કરવાના પ્રશ્ર્ને ઝઘડો થતા હરેશ બારૈયાએ તેના મકાન પરથી પડતુ મૂકી આપઘાત કર્યો હોવાથી મૃતક હરેશ બારૈયાના મિત્રો કિશન રાઠોડ, રોહીત ઉર્ફે  બાપુ અને મહેશ ઉર્ફે મયલો વિરૂબેનની સગાઈ થવા દેતા ન હતા.

દરમિયાન  બે માસ પહેલા માનવ બારૈયાની સગાઈ વિરૂબેન સાથે થતા ત્રણેય શખ્સો છરી સાથે આવી સગાઈ કેમ કરી તેમ કહી હુમલો  કરતા તેને બચાવવા કુટુંબી કાકા દિપક મેર વચ્ચે આવતા ત્રણેય શખ્સોએ તેના  પર હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઈ. ડી.બી. ટીલાવત સહિતના સ્ટાફે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.