ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર ચકુ તલવાડીથી આગળ રોડ ઉપર એક ૩૫ વર્ષીય યુવાન પર જુના ઝઘડાની દાઝ રાખી ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. આ હત્યા કેસ અંગે આજ રોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી. અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા સાત આરોપીઓને આજીવન કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ રોકડા રૂા ૪,૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ દંડ પૈકીની ૫૦ ટકા રકમ મૃતકના વારસદારોને વળતર પેટે ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો છે.
મૃતક કરશનભાઇ સાટીયાને ગત તા. ૧૭/૫/૨૦૧૮ ના રોજ રાત્રીના ૯:૦૦ વાગ્યાના રોજ આરોપી કિશોર તથા ભરતભાઈ સાથે લડાઇ ઝઘડો અને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મૃતક કરશનભાઇ સાટીયાની અલ્ટો કારમાં બંન્ને સાથે બેસીને જમવા માટે ઘોઘા-અકવાડા તરક, ઘોઘા રોડ જતા હતા. તા. ૧૮/૫/૨૦૧૮ ના રોજ રાત્રીના ૧૨:૩૦ કલાકે ઘોઘા રોડ ઉપર ચકુ તલવાડીથી આગળ શીવપાર્ક સોસાયટી સામે, રોડ ઉપર કિશોર ઉર્ફે કિશન ધીરૂભાઇ સોલંકી સહિતના આરોપીઓએ તલવાર, છરી, લોખંડના પાઈપ, લાકડી, ધોકા જેવા ઘાતક હથીયારો સાથે બાઇક ઉપર આવી કરશનભાઇ સાટીયાને કાર ઉભી રાખી તેને મારી નાખવાના ઇરાદે આરોપીએ તેમની પાસે રહેલા હથીયારો લઇ કાર ઉપર ઘા ઝીંકી કારનો આગળનો કાચ તોડી નાખી કારને નુકશાન કર્યું.
મૃત્યુ પામનાર કરશનભાઇ સાટીયાને કારમાંથી બહાર ખેંચી આરોપીઓએ જીવલેણ હુમલો કરેલો અને આડેધડ તલવાર છરીના ઘા કરવા લાગતા ફરીયાદી અજય જતા અને વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે તલવાર મારતા તેમને પણ ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ મૃતક તથા ફરીયાદીને ગંભીર ઇજાઓ કરી હતી. કરશનભાઇ સાટીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં દાખલ કરાયેલ અને તેઓને સારવાર દરમ્યાન તા. ૧/૮/૨૦૧૮ ના રોજ કરશનભાઇ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં મોત નિપજ્જતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો.
આ બનાવ અંગે ફરીયાદી અજયભાઇ એ સ્થાનીક ઘોઘા રોડ, પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧) કિશોરભાઇ સોલંકી (૨) ભરતભાઈ રાઇડ (૩) સિધ્ધરાજ માયડા (૪) સોમાભાઇ ઉર્ફે ચંપુ સુરીંગભાઈ (૫) કેવલભાઈ ઉર્ફે માયા દીલીપભાઇ વાઘોસી (૬) હાર્દિક ઉમેશભાઇ સોનરાજ (૭) સતીષ પોસાતર પાછળ, ભાવનગર સહિતના સાત શખ્સો સામે પોલીસે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૬, ૩૫, ૩૨૪, ૩૪૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૨૦૧ તથા જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ સહિતનો ગુનો નોંઘીયો હતો.
આ અંગેનો કેસ આજરોજ તા. ૨૭ ને મંગળવારે આવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, ધ્યાને રાખીને સાતેય આરોપીઓ સામે ક્લમ ૩૦૨ મુજબ ના શિક્ષાપાત્ર ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને ા. ૨૫ હારનો રોકડ દંડ આરોપીઓ દડ ન ભરે તો વધુ ૨ માસની સજા, ૩૦૭ મુજબના ગુના સબબ તમામ આરોપીઓને ૧૦ વર્ષની કેદની સજા અને રોકડા રૂા. ૨૦ હજારનો રોકડ દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સન્ન, ઇપીકો કલમ ૩૨૬ મુજબના ગુના સબબ આરોપીઓને ૭ વર્ષની કેદની સજા અને રોકડા રૂા. ૭ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ર૦ દિવસની સન્ન, ઇપીકો કલમ ૩૨૫ મુજબના ગુનામા આરોપીઓને ૫ વર્ષની સજા અને રોકડા રૂા. ૫ હજારનો દંડ દંડ ન ભરે તો ૧૫ દિવસ ની સા, ઇપીકો કલમ ૩૨૪ મુજબના ગુનામાં આરોપીઓને ૩ વર્ષની સજા અને રોકડા રૂા. ૩ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ ૭ દિવસની સાઇપીકો કલમ ૪૨૭ મુજબ એક વર્ષની સજા, ઇપીકો કલમ ૧૪૧ મુજબ એક વર્ષની સજા, ઇપીકો કલમ ૧૪૭ મુજબ ૧ વર્ષની સ, ઇપીકો કલમ ૧૪૮ મુજબ ૨ વર્ષની સજા અદાલતે ફટકારી હતી.