તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. હવે પ્રમુખો કોણ બનશે તે જાણવા માટે સવ કોઈ મીટ માંડીને બેઠા છે. ત્યારે આગામી 18 તારીખે યોજનાર પ્રમુખની ચૂંટણીમાં માળીયા હાટીના તાલુકામાં ફરી એકવાર પ્રમુખ તરિકે ભાવનાબેન સિસોદિયાનું નામ ચર્ચાય રહ્યું છે.
માળિયા હાટીનામાં તાલુકા પંચાયતની કુલ 20 સીટમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાથી 14 સીટ ઉપર ભાજપે અને 6 સીટ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. ભાજપના આગેવાનોએ મુળુભાઈ જંજીયા, રાજેશભાઈ ભાલોડિયા, ડી.કે. સિસોદિયા, દિલીપ સિસોદિયા, જીતુભાઈ સિસોદિયા બહુમતી હોવા છતાં ભાજપના ચૂંટાયેલા 14 સભ્યોને લઈને ગુજરાત બાર અજ્ઞાત સ્થળે ફરવા ચાલ્યા ગયા છે. જેઓ આગામી 18 તારીખે પ્રમુખની ચૂંટણીના દિવસે જ પરત આવશે અને પ્રમુખ તરીકે ફરી પાછા ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયા આવશે તેવું જાણવા મળી રહ્યું છે.