રાજકોટના આંગણે તા. ૧૮મી મે થી રપમી મે સુધી યોજાનારી પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાના આયોજનને આખરી ઓપ અપાઇ ચુકયો છે. રાજકોટ-સૌરાષ્ટ્ર માટે આ એક અનેરો-અનોખો ધર્મોત્સવ છે.
કથાના સમગ્ર આયોજન અંગે વિગતો આપતા પંચનાથ સાર્વજનીક ટ્રસ્ટના અઘ્યક્ષ દેવાંગભાઇ માંકડ જણાવ્યું હતું કે ટ્રસ્ટ અને સમીટી કથાના આયોજનમાં નિમીતે પંચાનાથ ટ્રસ્ટના સાર્વજનીક દવાખાનાને ૧૫ વર્ષ થયા છે અને અમે અનેક દર્દીઓને સાવ રાહત દરે સારવાર આપવાના કાર્યમાં નીમીતે બની શકય છીએ હવે આ અઘ્યતન હોસ્પિટલના નિર્માણ દ્વારા આ સેવા સફર આગળ વધારવાની નેમ છે.
દેવાંગભાઇએ જણાવ્યું હતું કે પંચનાથ મંદીરના પરિસરમાં જ હોસ્૫િટલનું નિર્માણ કાર્ય શરુ થઇ ગયું છે એ હોસ્પિટલના લાભાર્થે જ આ કથાનું આયોજન કરાયું છે. વિવિધ સમીતીઓએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યુ છે અને હવે આયોજન આખરી તબકકામાં છે.
પૂ.ભાઇશ્રીની વ્યાસપીઠની પાછળ ભવ્ય બેકડ્રોપ બનાવાયો છે જેમાં ભગવાન શંકરની અલગ અલગ મુદ્વામાં તસ્વીર રહેશે. ૩૦૦૦૦ થી વધારે લોકો સમાઇ શકે એવો ડોમ તૈયાર કરાયો છે. દરરોજ શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.
શહેરના અલગ અલગ ૧૩ વિસ્તારમાંથી બસ દોડાવવામાં આવશે. મવડી ચોક, નંદા હોલ, રામદેવ ચોકડી, નાણાવણી ચોક, નાનામવા ચોક, રૈયા ચોકડી, માધાપર ચોકડી, સંત કબીર રોડ, ભકિતનગર સર્કલ, મોરબી રોડ, પેડક રોડ, બાણા સીતારામ ચોક તથા કાલાવડ રોડ પર કેકેવી હોલથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોચશે.
કથા દરમીયાન આવતા વિવિધ પ્રસંગો, ભિન્ન ભિન્ન અવતારોના જન્મોત્સવો કથામાં નવા જ રંગ ભરશે. ભગવતકતાની પાવન સફરમાં આ અવતાર જન્મ અને કથાઓ મહત્વના મુકામ બની રહેશે. કથાની સાથે સાથે સાંજે યોજનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રંગત જમાવશે. અને રાષ્ટ્રીય સ્તરના કલાકારો આ કાર્યક્રમો થકી સંગીત, હાસ્યનો આનંદ લોકોને કરાવશે. કથા દરરોજ સવારે ૯ થી ૧.૩૦ થશે. કથા સ્થળને પંચનાથ ધામ ના અપાયેું છે.
ભાગવત કથા સમીતીએ આજે જણાવ્યા અનુસાર કથા શરુ થવાના દિવસે તા.૧૮મી મે સવારે ૭ વાગ્યે ગણપતિ પુજન થયા પછી ૮ વાગ્યે ભવ્ય પોથી યાત્રા નીકળશે અને કથા સ્થળ, રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે. ૯ વાગ્યે પુ.ભાઇ શ્રીકથાનું રસપાન શરુ કરાવશે. તા.૧૯મી મે કથા દરમીયાન ભગવાનના નૃસીંહ ના અવતારનો જન્મોત્સવ ઉજવાશે. અને એ જ દિવસે કપિલ જન્મ પણ થશે. ભાવિકોને આ તમામ જન્મોની સંગીતમય ભાવસભર રજુઆતમાં ભાઇશ્રી તરબોળ કરશે. ર૧મી તારીખે વામન અવતાર રઘુકુલ દીપક ભગવાન શ્રી રામના જન્મની ભવ્ય દિવ્ય ઉજવણી થશે. રરમી મેએ કથાનો દિવસ ભાવ સભર અને અત્યંત આનંદ દાયક બની રહેશે કારણ કે એ દિવસે રામ જન્મ પછી કૃષ્ણ જન્મ પણ થશે. પુ. ભાઇશ્રીની કથામાં કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઉજવાવો એટલે એક અનોખો આનંદ અને લ્હાવો છે. ર૩મી મે એ ગોવર્ધન મહોત્સવની ઉજવણી કરાશે.
ર૪મી મે એ કૃષ્ણ ‚ક્ષ્મણી વિવાહ નો પ્રસંગ પણ ઉજવાશે. ૨૫મી મેએ સુદામા ચરીત્ર અને પુર્ણાહુતિ કથા દરમીયાન આ અવસર ઘણો જુદી રીતે અને સામાજીક ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે ઉજવાય એવા પણ પ્રયાસ ચાલુ છે. કથાના આયોજન પછી જે આવક થાશે એ હોસ્૫િટલના નિર્માણમાં વપરાશે.
કથા દરમીયાન તા. ૨૦ ને શનિવારે ખ્યાતનામ ગુજરાતને આગવી ઓળખ આપનાર સૌરાષ્ટ્રના પાર્થીવ ગોહેલ પોતાનો સુર લહેરાવશે. તા. ૨૧ ને રવિવારે પહ્મશ્રી ભીખુદાન ગઢવી અને સાથે કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. તા. ૨૨ ને સોમવારે શિવ તાંડવ જેમાં શિવ ભગવાનના નટરાજ સ્વરુપના જાજરમાન દર્શન થશે. તા. ૨૩ ને મંગળવારે હસાયરો જેમાં શાહબુદ્દીન રાઠોડ, સાઇરામ દવે, સુખદેવ ધામેલીયા હાસ્ય રસમાં કરશે. તા. ર૪ ને બુધવારે ૪-૪ બંગડી વાળી ગાડી ફેમ કિંજલ દવે પ્રથમ વખત રાજકોટમાં ગરબા ગાશે.