નવનિયુકત હોદેદારોનો સત્કાર સમારોહ યોજાયો
રાજકોટ સી.એ. સ્ટુડન્ટ એસો. સી.એ. કરતા વિઘાર્થીઓ માટે ઉપયોગી થાય તેવી વિવિધ પ્રકારની પ્રવિર્તિઓ કરતી સંસ્થા છે. આ સંસ્થા સી.એ.ના વિઘાર્થીઓ દ્વારા સી.એ. કરતા વિઘાર્થીઓ માટે કાર્યરત છે.
રાજકોટ બ્રાન્ચ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટસ સ્ટુડન્ટસ એસો. ના વર્ષ 2021-22 ના નવા હોદેદારોએ પદગ્રહણ કર્યુ. આ માટેનો સમારોહ તાજેતરમાં રાજકોટ સી.એ. બ્રાન્ચ ખાતે યોજાયેલો.
આ સંસ્થાના ચેરમેન તરીકે યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અનુભવી સી.એ. ભાવિન દોશીની નિમણુંક થઇ છે.
સી.એ. ભાવિન દોશી હાલમાં રાજકોટ સી.એ. ઇન્સ્ટિટયુટમાં સેક્રેટોરી ના હોદા પરથી પણ સેવાઓ આપી રહ્યા છે.
તેમનો સી.એ. વિઘાર્થીઓ પ્રત્યેનો હંમેશા હકારાત્મક અભિગમ અને વિઘાર્થીઓ માટે કાઇક શ્રેષ્ઠતમ આપવાનો સંકલ્પ આવનાર સમયમાં વિઘાર્થીઓ માટે ચોકકસ સારા પરિણામો લાવશે.
સી.એ. ભાવીન દોશીની ચેરમેન તરીકેની નિયમુંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો તેમજ વિઘાર્થીઓ દ્વારા આવકારવામાં આવી છે.
આ સાથે જીત કકકડ, વાઇસ ચેરમેન જૈનીસ બારભાયા, સેક્રેટરી ચિંતન દત્તાણી, ટ્રેઝરર સી.એ. તેજસ દોશી, એક્ષ-ઓફીસીઓ, તથા જૈમીન બારભાયા મિલન પટેલ, શૌનક છાયા કમીટી ચેમ્બર્સ તરીકે નિમાયા. સી.એ. હાર્દિક વ્યાસએ આ સાથે ડબલ્યુઆઇસીએએસએસના તરીકેની જવાબદારી પૂર્ણ કરી છે.