નવા હોદ્દેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ-ગાંધીગ્રામ-રાજકોટના પ્રમુખપદ માટે મોચી સમાજ આગેવાન રાજુભાઈ જેઠવા, બાબરાવાળાની અધ્યક્ષતામાં રામાપીરના મંદિરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગાંધીગ્રામ વિસ્તારનાં સભ્યો તેમજ કાર્યકર હાજર રહ્યાં હતા. તેમજ તમામ કાર્યકરોની ચર્ચા વિચારણા બાદ સર્વ સહમતીથી ભાવેશભાઈ જેઠવાએ પ્રમુખપદે નિમણૂંક કરાયા બાદ સર્વ સહમતીથી ભાવેશભાઈ જેઠવોને પ્રમુખપદે નિમણૂંક કરાયા હતા. તેમજ મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ ગાંધીગ્રામમાં નવા નિમાયેલા આગેવાનો તરીકે ઉપ પ્રમુખ કલ્પેશ એમ.ચાવડા, મંત્રી વિજય એ.વાળા, સહ મંત્રી મુન્નાભાઈ બટુકભાઈ વાળા, ખજાનચી અમીત કે.પરમાર, પ્રચાર મંત્રી સુરેશભાઈ ચૌહાણ (પત્રકાર), સંગઠન મંત્રી રમેશ એમ.પરમાર, સહ સંગઠન મંત્રી સંજય આર.ચાવડા, સલાહકાર ગીરીશ જે.ચાવડાની વરણી થઈ છે.રાજકોટ મોચી સમાજના આગેવાન રાજુભાઈ જેઠવાએ ‘અબતક’ની મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં મોચી સમાજના અલગ અલગ મંડળો ચાલતા હોય એ દરમ્યાન એક બેઠક યોજી સર્વ સહમતીથી તમામ મંડળોના સભ્યો એક થઈ જન ક્ષત્રિય મોચી સમાજ એકતા રાજકોટ શહેર નામે એક રચના કરવામાં આવી મોચી સમાજ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યો હવે એક જુથ થઈને કરવામાં આવશે અને આગામી દિવસોમાં જ જન ક્ષત્રિય મોચી સમાજ રાજકોટ શહેરના સભ્યોની નિમણૂંક કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતના મોચી સમાજને એક કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ-ગાંધીગ્રામ-રાજકોટના પ્રમુખપદે ભાવેશભાઈ જેઠવાને સ્થાન મળતા તેના મો.નં.૭૦૯૬૬૬૬૬૦૬માં સમાજના કાર્યકર્તા તેમજ મિત્ર વર્તુળો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ-ગાંધીગ્રામ-રાજકોટના કારોબારી દિનેશભાઈ (ગોરસરવાળા), ગીરીશભાઈ ચાવડા, વિજયભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ, જયેશભાઈ મકવાણા, ભરતભાઈ ચાવડા, નટુભાઈ યાદવ, ભાવેશભાઈ વાળા, લાલજીભાઈ ચાવડા, ચીરાગભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, નરેશભાઈ પરમાર, હરેશભાઈ ચુડાસમા, અશ્ર્વિનભાઈ પરમાર, કેતનભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ યાદવ, વિનુભાઈ ચૌહાણ, ભીખુભાઈ જેઠવા, તેજસભાઈ ચાવડા, વિપુલભાઈ ચૌહાણ, ચિરાગભાઈ ચાવડા, રમેશભાઈ ચાવડા, રમેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ ગોહેલ, વિપુલભાઈ સોલંકી, સચિનભાઈ સરવૈયા, યોગેશભાઈ જેઠવા, નિલેષભાઈ ચૌહાણ અને જગદીશભાઈ ચુડાસમા છે.