મહાપાલિકાના એડિશ્નલ સિટી એન્જીનીયર અને સ્માર્ટ સિટી પ્રોજેકટનો સમગ્ર કાર્યભાળ સંભાળતા ભાવેશ જોશીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે થયા બાદ જો સરકારની ગ્રાન્ટ નિયત સમય મર્યાદામાં ન મળે તો સ્માર્ટ સિટીનો વિકાસ થઈ શકે તેમ ન હતો. સ્માર્ટ સિટીમાં મારી ટ્રાન્સફર થયા બાદ તત્કાલીન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ખુબજ સારી કામગીરી થઈ અને ગ્રાન્ટ પણ મળી અને રેટીંગમાં સુધારો કરવા માટે પરફોર્મન્સ પણ સારૂ થયું. સ્માર્ટ સિટીમાં રોબસ ઈન્ફાસ્ટ્રકચર અને અટલ લેક માટે છેલ્લા એક વર્ષમાં ૪૫૦ કરોડી પણ વધુના કામો થયા. આટલું જ નહીં સેવોતમ પ્રોજેકટ અંતર્ગત પણ ૧૫૧ કરોડના કામ થયા તે ખુબજ સિદ્ધિ પૂર્ણ કામગીરી ગણાવી શકાય. પડકાર પર નજર કરવામાં આવે તો સ્માર્ટ સિટીનું જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં લોકોનો વસવાટ થાય તે પણ જરૂરી છે. સોશ્યલ અને ઈકોનોમીકલ ડેવલોપમેન્ટ સૌથી મોટો પડકાર છે અને આ પડકારને પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ. ફિઝીકલ અને ઈન્ફાસ્ટ્રકચર કામ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. સ્માર્ટ સિટી એરીયામાં ર્આકિ પછાત વર્ગના લોકો માટે પણ પુરતુ પ્રાધાન્ય આપવામાં આવશે. અહીં હોકર્સ ઝોન બનાવવામાં આવશે, ગ્લોબલ હાઉસીંગ, તમામ વર્કને આવરી લેવામાં આવશે. બાળકોને પણ લાગે કે તેઓ સ્માર્ટ સિટીમાં વસવાટ કરી રહ્યાં છે તે માટે ચાઈલ્ડ એરીયાનું અલગી નિર્માણ કરવામાં આવશે. આગામી દિવસોમાં સ્માર્ટ સિટી અંતર્ગત વધુમાં વધુ ગ્રાન્ટ મળી રહે તે માટે ઝડપી કામગીરી થાય તે દિશામાં કામ કરવામાં આવશે.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!