ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને મેડલ-શિલ્ડથી પ્રોત્સાહિત કરાશે: અલગ અલગ ક્ષેત્રના ૨૧ પ્રતિભાશાળી જ્ઞાતિજનોનું પણ થશે બહુમાન

ભૂદેવ સેવા સમિતિ દ્વારા બ્રહ્મ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘બ્રહ્મરત્ન સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવશે. જેમાં શહેરમાં રહેતા તમામ તળગોળના બ્રહ્મ પરિવારનાં બાળકો ફોર્મ ભરી શકે છે. ભૂદેવ સેવા સમિતિ (બી.એસ.એસ.)ના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જીજ્ઞેશ ત્રિવેદી અને હિમાની રાવલ તૈયારી કરી રહ્યા છે. જેમાં એચ.કે.જી.થી લઈ પી.એચ.ડી. સુધીના તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે અને પ્રોત્સાહિત કરી આગળના અભ્યાસ વિશે સમાજના તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સમાજના તેજસ્વી છાત્રોને ભાગ લેવા માટે અલગ-અલગ માપદંડ રાખવામાં આવેલ છે. જેમ કે એચ.કે.જી.થી લઈ ધો.૭ સુધીના વિદ્યાર્થીઓએ ૭૦% ગુણ મેળવેલા હોવા જોઈએ તથા ધો.૮થી લઈને પી.એચ.ડી. સુધીના વિદ્યાર્થીઓને ૬૦% ગુણ મેળવેલ હોવા જોઈએ અને તેની માર્કશીટ રજુ કરી તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. તેની ખાસ નોંધ લેવી જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હોય તેમને સંસ્થા દ્વારા શિલ્ડ, મેડલ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.સૌપ્રથમ વખત ચાણકય એવોર્ડ આપીને નવી જ પહેલ કરાશે તથા અલગ અલગ પ્રતિભા ધરાવનાર ૨૧ જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ જ‚રી માર્કશીટ તથા ફોર્મ તાત્કાલિક ભરવા અનુરોધ કરેલ છે. ફોર્મ ભરનાર વિદ્યાર્થીને પોતાની છેલ્લી માર્કશીટ (૨૦૧૭)ની ઝેરોક્ષ, ૨-પાસપોર્ટ ફોટા સાથે પોતાના રેશનકાર્ડની ઝેરોક્ષ જોડવી. ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૧૭ સુધીમાં પહોંચાડવી. વધુ માહિતી માટે જીજ્ઞેશ ત્રિવેદી મો.૯૬૬૨૨ ૦૦૫૭૫, ભૂદેવ સેવા સમિતિ કાર્યાલય, ૨૨૦-ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ, અતુલ મોટર્સની સામે, રાજકોટ સમય સાંજે ૫ થી ૭ (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ખાતે સંપર્ક કરવા જણાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જીજ્ઞેશ ત્રિવેદી, હિમાની રાવલ, વત્સલ આચાર્ય, ગાયત્રી જોષી, નિશાંત જાની, અર્પિતા પંડયા, અજય જોષી, પરેશ દવે, યજ્ઞેશ ભટ્ટ, નિશાંત રાવલ, નિરજ ભટ્ટ, દિલીપ જાની, પરાગ મહેતા ,મયુર વોરા, ચિરાગ મહેતા, માનવ વ્યાસ, રાજ દવે, પ્રશાંત વ્યાસ, જય ત્રિવેદી, પ્રશાંત ઓઝા, પ્રશાંત પાઠક, ‚ચિક ઉપાધ્યાય, મીત જાની, પૂજન પંડયા, ભરત દવે, સંદિપ પંડયા, જયોતિન્દ્ર પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.