નાથાબાપા ભગતને ભાવાંજલિ અર્પવા કરાયું સેવાકીય આયોજન
પડધરી તાલુકાના દેપાળીયા ગામે અખંડ રામ નામ જપ મહાયજ્ઞ અંતર્ગત સાકેતધામ વાસી શ્રી રામનામ સાધક પરમ પૂજ્ય સંત નાથાબાપા ભગતનો ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાવાંજલિ ભંડારો સતત નવ દિવસ સુધી અખંડ રામનામની ધૂન ચાલો રહેશે. આ કાર્યક્રમમાં રામપ્રસાદ પણ નવ દિવસ સુધી સતત ચાલુ રહેશે. બાબુભાઈ ગોપાણી તથા શ્રી રામ ધામ આશ્રમ ટ્રસ્ટ-દેપાળિયા દ્વારા ભાવિકોને આ રામ નામના જપમાં જોડાવા માટે સ્નેહ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તાલુકા જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સાધુ-સંતોનો વિશેષ સન્માના કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ રાત્રે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવે છે. બુધવાર સાધુ મહાત્માઓ અને સમાજ શ્રેષ્ઠીઓ નું ખુબજ સુંદર રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જી.એમ.પટેલ સંકુલની બાળાઓએ અતિથિઓનું સન્માન કરી સ્વાગત ગીત રજુ કર્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેપાળિયા ગામ માં બેન્ડવાજા વગાડી વાજતે ગાજતે શ્રેષ્ઠી મહેમાન ગામની બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળિયા, ઉમિયા માતાજી મંદિર સીદસર મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, બિન અનામત આયોગ અધ્યક્ષ બી.એચ. ઘોડાસરા સાહેબ, ઊંઝા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા, મૂળજીભાઈ ભીમાણી, વલ્લભભાઈ વડાલીયા, શિવલાલભાઈ ઘોડાસરા, સંત અવધ કિશોર બાપુ મોઢેરા આશ્રમ, પડધરી ટંકારા મતવિસ્તાર ધારાસભ્ય લલિતભાઈ કગથરા, પડધરી ટંકારા મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, ધીરૂભાઈ તળપદા, પ્રવીણભાઈ હેરમા, બાબુભાઈ ગોપાણી, છગનભાઇ વાસજાળિયા, પડધરી તાલુકા મામલતદાર ભાવનાબેન વિરોજા, પડધરી તાલુકા પી.એસ.આઇ જે.વી. વાઢિયા, કૌશિકભાઇ રાબડીયા તથા ચતુરભાઈ સવેરા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના લોકો તેમજ રાજકોટ, ધ્રોલ, જામનગર, મોરબી તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ પૂરો થતા સૌ રામ ભક્તોએ સાથે બેસીને શ્રીરામ મહાપ્રસાદ લીધો હતો. ત્યારબાદ રાતના સમયે ભગવાન શ્રીરામના નાટક નો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટક ધ્રોલ તાલુકાના ખારવા ગામ ના યુવાનો અને વડીલો દ્વારા રમવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો રામના નામ જપ કર્યા હતા.