રાજયમાં સર્વ પ્રથમ ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ ઉપલેટામાં મુકાઇ તે ગૌરવની વાત: નગરપતિ ચંદ્રવાડીયા
દેશના રાષ્ટ્રીય શાયર અને કાઠીયાવાડીનું દેશ-વિદેશમાં નામ રોશન કરનાર ઝવેરચંદ મેઘાણીની ૧ર૪મી જન્મ જયંતિની નગરપાલિકા દ્વારા તેમના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી ભાવવંદના કરાઇ હતી. શહેરના રેલવે સ્ટેશન ચોકમાં ઝવેરચંદ મેઘાણીની ૧ર૪મી જન્મ જયંતિ નીમીતે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડિયાની હાજરીમાં ભાવ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાએ ઉ૫સ્થિત શહેરીજનોને જણાવેલ કે ઝવેરચંદ મેઘાણી એક રાષ્ટ્રીય શાયર હતા તેથી તેમણે દેશ-વિદેશમાં એક કાઠીયાવાડનું નામ રોશન કર્યુ હતું. તેની એક પંકિત મે તો પીઘો કસુબીનો રંગ થી તેઓને ભારે નામના મળી હતી. આવા રાષ્ટ્રીય શાયરની કદર રાજયમાં સર્વ પ્રથમ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. તેના અવસાન બાદ રાજયમાં પહેલી વખત ઉપલેટામાં તેમનું સ્ટેચ્યુ મુકી તેની નોંધ લેવાઇ હતી.
આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ રણુભા જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, હાજીભાઇ શિવાણી, જીલ્લા કિશાનમોરચાના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા, જેન્તીભાઇ રાઠોડ, એડવોકેટ વિરલભાઇ કાલાવડીયા, ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ધેરવડા, નગર સેવિકા રમાબેન ડેર, ઉષાબેન વસરા, રાણીબેન ચંદ્રવાડીયા ટી.જે. ક્ધયા વિઘાલયના પ્રિન્સીપાલ ચંપાબેન હુબલ સહીત અનેક નગરજનો હાજર રહી રાષ્ટ્રીય શાયપને ભાવવંદના કરી હતી.