ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. તેમાં રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આજ તો એક વિશષ દિવસ છે. જે ભાઇ-બહેનો માટે બનેલો છે. દર વર્ષે અવનવી ડિઝાઇનની રાખડીઓ બજારમાં આવતી હોય છે. આ વર્ષે કસ્ટમાઇઝડ રાખડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટીયન્સ માટે નવું નજરાણું લઇને ભટુસ નેઇલ સ્ટુડીયો આવ્યું છે. જેમ કસ્ટમાઇઝડ રાખડી બનાવવામાં આવી રહી છે. તેવી જ રીતે નાના કીડસ અને મોટા સૌ કોઇ માટે નેઇસમાં કસ્ટમાઇઝડ રાખડી બનાવવામાં આવી રહી છે. અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાના બાળકોના ફેવરીટ ડોરેમોન, બાર્બી, મીકી સહીતની અવનવી ડિઝાઇનની નેઇલસમાં રાખડી કસ્ટમાઇઝડ કરવામાં આવી રહી છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભટુસ નેઇલ સ્ટુડીયોના માલીક ભકિત કકકડએ જણાવ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર દરેક માટે ખુબ જ મહત્વ ધરાવતો હોય છે. ત્યારે આ વખતે હું રાજકોટીયન્સ માટે ઘણું બધુ નવું લઇ આવી છું. જેમાં સ્પેશ્યલી ફોર કીડસ અને મોટા બધા માટે અત્યારે કસ્ટમાઇઝડ રાખડીઓ બને છે. જેમાં હું પ્રથમ વખત નેઇલસમાં એક નવો ક્ધસેપ્ટ લઇ આવી છું. જે નાના બાળકોને ખુબ જ જ પસંદ પડશે. જેમાં મિકીમાઉસ, મીની બ્રાર્બિ ડોરેમોન વગેરે ત્યારે અમે નેઇલસ માં રાખડી કસ્ટમાઇઝડ કરી આપીબાળકો અને મોટા કોઇને ખુશ કરીશું.
અમે કીડસ અને મોટા માટે એકસ્ટેન્શન અને જેલ પોલીસમાં અવનવી ઓફર્સ લાવ્યાં છે. કોરોનાના કારણે અમે દરરોજ સવારે ૧૦ થી સાંજે ૭.૩૦ સુધી વર્ક કરીએ છીએ. જેમાં એપાઇમેનટ લેવી ફરજીયાત છે.