સંતોની વાણીને વહેતી કરશે કલાકાર ધવલ બારોટ
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક દર્શકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબજ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’નો હંમેશા પ્રયાસ રહ્યો છે.
આજે ‘ચાલને જીવી લઈએ’માં પંચમહાલ જિલ્લાનું ગામ હાલોલના વતની ધવલ બારોટના કંઠે ગવાયેલા ભજનો રજૂ થશે. છેલ્લા ૩ વર્ષથી લોકસંગીત યાત્રામાં જોડાયેલ બારોટજીને કલા તેના દાદા પાસેથી વારસામાં મળી છે. શાસ્ત્રીય સંગીતની સાથે ભજન-લોકગીતોમાં પણ સારૂ પ્રભુત્વ ધરાવતા આ કલાકારે આકાશવાણી પર કાર્યક્રમ આપી ચૂકયા છે.
સૌરાષ્ટ્રના મોટાગજાના કલાકાર લક્ષ્મણ બારોટ, નારાયણ ઠાકર, શૈલેષ મારાજ વગેરે કલાકારો સાથે સંતવાણીના કાર્યક્રમમોં ધૂમ મચાવી છે. કચ્છના નલિયા ખાતે નવરાત્રી દરમિયાન રાસ-ગરબાની રમઝટ બોલાવતા કલાકારને માણવાનું ચૂકાય નહી ‘ચાલને જીવી લઈએ’
તારો ભરત… મારો રામ…!
રાજા દશરથ પાસે કૈકઈના બે વચનો ‘રામ’ને વનવાસ અને ભરતને ગદી… ખૂબજ જાણીતી વાતમા કાળજુ કંપાવતો, કાકલુદી કરતો રાજા દશરથનો વિલાપ ભજન દ્વારા કળી પીંગળે રજૂ કર્યો છે. તેમાં મહારાજા દશરથ કૈકયને કહે છેકે, તારો ભરતજી ભલેને ગાદીએ આવે રે, વન ના દે મારા રામને…
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
* સબ તીરથ કર આઈ તુંબડીયા…
* કૈકઈ તારો ભરતજી ભલેને ગાદીએ…
* પ્રિતમવરની ચૂંદડી…
* સદગુરૂમારા દર્શન તમારા…
* આ ચાલી ભરવાને પાણી…
* પ્યાર નહી હે, સૂર સે જીસકો…
* કર ગુજરાન ગરીબી મે…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧
ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦