કોરોનાકાળમાં બધાથી વધુ નુકસાન બાળકોની કેળવણીને નુકસાન થયું છે. કોરોનાના કારણે બાળકો સ્કૂલે ભણવા જઈ શકતા નથી તેમને ઓનલાઈન એજ્યુકેશન જ મેળવવું પડે છે. ધો 9 થી 12 વર્ગો ચાલુ કરવા વિધાર્થીઓ દ્વારા અલગ-અલગ રીતે સરકારને રજૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે દ્વારકામાં વિધાર્થીઓ દ્વ્રારા કઈક અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
દ્વારકાના ભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ-9થી 12ના વર્ગો અચાનક જ બંદ કરી દેવાયા છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.રાજ્યમાં કન્યા કેળવણી માટે રાજ્ય સરકારે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જાહેરાતો મુજબનું કાર્ય થતું નથી. તેથી દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામે કેળવણી માટે વિદ્યાર્થીઓએ આંદોલનનું શસ્ત્ર વિધાર્થીનીઓએ ઉગામયું છે.
ભાટિયામાં ધો.૯ થી ૧૨ ના વર્ગ ચાલુ કરવા વિદ્યાર્થીનીઓ દ્વારા ધારણા પર ઉતરી છે. ચાલુ વરસાદે બેળા લઈ ગ્રામજનો પાસે સમર્થન માગ્યું છે. આજે ધરણાંનો બીજો દિવસ છે., ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થિનીઓના પ્રતીક ધરણાને સમર્થન અપાયું છે. બધી જ વિદ્યાર્થીનીઓ ચાલુ વરસાદે માથે બેળા લઈને ધરણાં કરી રહી છે. હવે તંત્ર આ મામલે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું !!