બોકસાઇટ એકસપોર્ટની ડયુટી ર કરવા માટેની પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ પદુભાઇ રાયચુરાની ગાંધીનગર મુકામે વાઇબ્રન્ટ ગુજરાત વખતે પધારેલા કેન્દ્ર સરકારના વાણિજય મંત્રી સુરેશ પ્રભુને રજુઆત કરતા જણાવ્યું કે એકસપોર્ટ ડયુટીના કારણે એન.પી.જી. બોકસાઇટના મોટા ગ્રાહક ચીનને માલ પોષાતો ના હોવાથી અત્યારે ગુજરાતમાંથી બોકસાઇટની નિકાસ માત્ર ૧૦ ટકા જેટલી જ રહેવા પામેલ છે.
જેના કારણે કલ્યાણપુર ઓખા વિસ્તારના ટ્રકો-ટ્રેકડર્સ, એસ્કેવેટરો, લોડરોના માલીકો તેમજ હજારો મજુરોને ખુબ જ માઠી અસર થવા પામી છે. તેમજ ગુજરાત સરકારની પણ કરોડો રૂપિયાની રોયલ્ટીની આવકો બંધ થઇ ગઇ છે. માટે આવનારા બજેટમાં આ નિકાસ ડયુટી રદ થાય તેવી માંગણી કરતા મંત્રી સુરેશ પ્રભુએ પોતે આ બાબતે ફાયનાન્સ ડીપાર્ટમેન્ટને રજુઆત કરશે તેની ખાત્રી આપી હતી.