દાયણનું સર્ટિફિકેટ રદ્ કરાવવાનું કહી માસિક હપ્તાની માંગ કરી 1500 સ્વીકાર્યા’તા

અબતક, વિનાયક ભટ્ટ, ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 વર્ષ જુના લાંચ કેસમાં ભાટીયાના મેડીકલ ઓફીસર ડો.પવનસિંહ બળવંતસિંહને 3 વર્ષની સખત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની ટુંક હકીકત મુજબ કલ્યાણપુર તાલુકાના બાંકોડી મુકામે રહેતાં નીરૂબેન પટેલ દાયણ અંગેની ટ્રેનીંગ લઇ બાંકોડી અને આજુબાજુના ગામે નોર્મલ ડીલેવરી કરાવતા અને જરૂર પડે તો સરકારી દવાખાને સાથે જતાં સરકારી દવાખાનામાં આ દરમ્યાન વર્ષ 2005માં ભાટીયા મુકામે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.પવનસિંહ બળવંતસિંહ દાયણ નીરૂબેન પટેલના બાંકોડી મુકામે આવી તમો ડીગ્રી વગર પ્રેક્ટીસ કરી દર્દીને દવા, ઇજેક્શન આપી કેસ બગાડી નાખો છો. તમારૂ દાયણ સર્ટીફીકેટ રદ્ કરાવી નાખવાનું જણાવેલું અને તેમના પતિ દિલીપભાઇ છગનભાઇ કણસાગરાને મળી જવા જણાવતાં દિલીપભાઇ ડો.પવનસિંહને મળેલા અને તેમણે તેમની પત્નિ વિરૂધ્ધ લેખીત રજૂઆત ન કરવા તેમને દર મહિને રૂ.1500 આપવા પડશે જેથી રૂ.1500 આપેલા.

આ અંગેની ફરીયાદ દાયણ નીરૂબેન પટેલનાં પતિએ એ.સી.બી. કચેરી જામનગર ખાતે ફરીયાદ કરતા અને તે અંગેનું છટકુ ગોઠવવામાં આવેલું અને પી.આઇ. જે.જે.પટેલે તા.5/4/2005ના છટકુ ગોઠવતાં ડો.પવનસિંહ બળવંતસિંહે લાંચની રકમ પાવડર વાળી નોટો રૂા.1500 સ્વીકારતા લાંચના છટકામાં ઝડપાઇ ગયેલા અને આ કેસની તપાસ જરૂરી રેકર્ડ અને એફ.એસ.એલ. સર્ટી મેળવી ચાર્જશીટ કરેલી અને એડીશ્નલ સેસન્સ અદાલત દ્વારકાના સેસન્સ કોર્ટમાં એ.સી.બી. કેસ ચાલી જતાં ફરીયાદી, પંચ, રેડીંગ ઓફિસર વિગેરેની જુબાની અન્વયે જિલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલો ધ્યાને લઇ દ્વારકાના એડીશ્નલ સેસન્સ જજ પી.એચ.શેઠએ ડો.પવનસિંહને ત્રણ વર્ષની સજા અને દંડ ફરમાવતો લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.