ચિંતાજનક! 2021 માં પ્રત્યેક કલાકે 18 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો: દોઢ લાખથી વધુનાં મોત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. આ આંકડા અનુસાર વર્ષ 2021 માં દરરોજ 426 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. આટલુ જ નહીં, રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકોમાં સૌથી વધારે સંખ્યા દ્વિચક્રી વાહનચાલકોની અને ત્યારપછી રસ્તા પર ચાલનારા લોકોની હોય છે. સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે કામ કરવું જોઈએ.

નિયમોના ઉલ્લંઘન સહિતના વિવિધ કારણોસર ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યા આમ પણ વધારે હોય છે, પરંતુ વર્ષ 2021 નો આ આંકડો ચિંતાજનક છે. દેશભરમાં માર્ક અકસ્માતમાં દરરોજ 426 લોકોએ જીવ ગુમાવ્યો. કહી શકાય કે પ્રત્યેક કલાકમાં 18 લોકોનું આ કારણે નિધન થયું. માર્ક અકસ્માત અને તેના કારણે થતાં નિધનને નિયંત્રણમાં લાવવું એ સરકાર માટે એક મોટો પડકાર છે. વર્ષ 2021 માં 1.56 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો અને આ એક મોટો આંકડો છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો(એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, પાછલા થોડા વર્ષોમાં દેશભરમાં ટુ-વ્હીલર ચલાવતા લોકો અને રસ્તા પર ચાલતા લોકોનાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતના નિયંત્રણના પડકારની સાથે સાથે આ પણ એક મોટી સમસ્યા છે. ડેટા અનુસાર, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 100 લોકોમાં ઓછામાં ઓછા 44 દ્વિચક્રી વાહનચાલકો હોય છે. કુલ 69,240 લોકોએ 2021 માં આ પ્રકારે જીવ ગુમાવ્યો છે, અને આ આંકડો 2019 ની સરખામણીમાં 18 ટકા વધારે છે.

દ્વિચક્રી વાહનોના અકસ્માતની વાત કરીએ તો, મૃત્યુ પામેલા કુલ લોકોમાં 12 ટકા તમિલનાડુના છે અને 10 ટકા ઉત્તરપ્રદેશના છે. પાછલા ચાર વર્ષના ડેટાની સરખામણી કરવામાં આવે તો, વર્ષ 2018 માં દ્વિચક્રી વાહનચાલકોના મૃત્યુનું પ્રમાણ 35.7 ટકા હતું જે વધીને 2021 માં 44.5 ટકા થઈ ગયું છે. અહીં નોંધનીય બાબત એ છે કે વર્ષ 2014 થી દ્વિચક્રી વાહનોની સંખ્યામાં કોઈ વધારો નથી થયો, તેમ છતાં અકસ્માતની સંખ્યા વધી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર હોય, જો પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી વ્યવસ્થા ન હોય તો આજે પણ મોટાભાગના લોકો સ્કૂટર લઈને મુસાફરી કરવાનું પસંદ કરે છે.

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રસ્તા પર ચાલતા 18,900 લોકોના મૃત્યુ થયા છે. 2019 ની સરખામણીમાં આ આંકડો 60 ટકા વધારે છે. તમામ રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે બિહારમાં 15 ટકા લોકોએ જીવ ગુમાવ્યો છે. માર્ગ સુરક્ષાના નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારોએ કારની ઝડપી અવરજવર માટે વધારે હાઈવે બનાવ્યા, એક્સપ્રે બનાવ્યા, શહેરોમાં પણ રસ્તા પહોળા કર્યા, પરંતુ તેમણે રસ્તે ચાલનારા લોકોની સુરક્ષાની હંમેશા અવગણના કરી છે. મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનો રસ્તા પર ચાલતા હોવા છતાં કોઈ પણ શહેરમાં તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ટ્રાફિક અકસ્માતોની વાત કરવામાં આવે ત્યારે તમાં રોડ ક્રેશ એક ચિંતાનો વિષય છે. રિપોર્ટ અનુસાર, 2021 માં 1.74 લાખ લોકોએ રોડ ક્રેશના કારણે જીવ ગુમાવ્યા જ્યારે ઓવરઓલ ટ્રાફિક અકસ્માતોમાં 4.22 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. ટ્રાફિક અકસ્માતોમાં રેલવે ક્રોસિંગ તેમજ રેલવેને લગતા અન્ય અકસ્માતોની ગણતરી પણ કરવામાં આવે છે.

ફક્ત બે વર્ષમાં જ રોડ અકસ્માતમાં રાહદારીઓના મોતમાં 60%નો ઉછાળો !!

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રસ્તા પર ચાલતા 18,900 લોકોના મૃત્યુ થયા છે. 2019 ની સરખામણીમાં આ આંકડો 60 ટકા વધારે છે. તમામ રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે બિહારમાં 15 ટકા લોકોએ જીવ ગુમાવ્યો છે. માર્ગ સુરક્ષાના નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારોએ કારની ઝડપી અવરજવર માટે વધારે હાઈવે બનાવ્યા, એક્સપ્રે બનાવ્યા, શહેરોમાં પણ રસ્તા પહોળા કર્યા, પરંતુ તેમણે રસ્તે ચાલનારા લોકોની સુરક્ષાની હંમેશા અવગણના કરી છે. મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનો રસ્તા પર ચાલતા હોવા છતાં કોઈ પણ શહેરમાં તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં નથી આવી.

રોડ અકસ્માતમાં મોટાભાગે ટુ-વ્હીલર ચાલકોના મોત થતા હોવાનો ઘટસ્ફોટ!!

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો(એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, પાછલા થોડા વર્ષોમાં દેશભરમાં ટુ-વ્હીલર ચલાવતા લોકો અને રસ્તા પર ચાલતા લોકોનાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતના નિયંત્રણના પડકારની સાથે સાથે આ પણ એક મોટી સમસ્યા છે. ડેટા અનુસાર, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 100 લોકોમાં ઓછામાં ઓછા 44 દ્વિચક્રી વાહનચાલકો હોય છે. કુલ 69,240 લોકોએ 2021 માં આ પ્રકારે જીવ ગુમાવ્યો છે, અને આ આંકડો 2019 ની સરખામણીમાં 18 ટકા વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.