- રાજયના હાઈપ્રોફાઈલ કેસનું તહોમતનામુ ફરમાવતા
- ફરિયાદી અને સાહેદની જુબાની પૂર્ણ, આરોપીઓને ઓળખી ન શકયા
- 24 વર્ષ પહેલા રૂ.20 કરોડની ખંડણીના મામલે યાજ્ઞીક રોડ પરથી અપહરણ થયું હતુ
- તત્કાલિન સી.પી. સુધીરકુમાર અને ડીસીપી અરૂણકુમાર શર્માની કાબેલીદાદ કામગીરીથી બે યુવાનના જીવ બચ્યા તા
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર હાઇ પ્રોફાઈલ કેસમાં રૂ.20 કરોડની ખંડણી વસુલવાના મામલે 24 ભાષ્કર-પરેશ અપહરણના કેસની 24 વર્ષ બાદ કોર્ટમાં ચાર્જફ્રેમ થતા તા.2 જુલાઈ એટલે કે આજથી સુનવણી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉઘડતી કોર્ટે આફતાબ અન્સારી અને વિશાલ માડમ સહિતના આરોપીઓને રજૂ રાખવામાં આવ્યા હતા. ફરિયાદી અને સાહેદ જુબાની માટે કોર્ટમાં હાજર રહ્યા હતા. જુબાની દરમિયાન બંને અપહત દ્વારા ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલની સર તપાસમાં ફરિયાદી શાહ કોર્ટમાં હાજર આરોપીઓને ઓળખી શકેલ નહીં તેવું જાણવા મળેલ છે. વિશેષ સુનાવણી આવતીકાલ તા. 3 જુલાઈના રોજ સાંભળવા પર રાખી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.12/11/2000 ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્કર અને પરેશ નામના બંને યુવકોની રૂ.20 કરોડની ખંડણી વસૂલવાના મામલે અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ડીસીપી અરૂણકુમાર શર્માની કાબીલેદાદ કામગીરીથી દુબઈ અને લંડન પોલીસ અને એનઆરઆઈની મદદથી તેમજ રાજ્યના ચુનંદા પોલીસ અધિકારીઓએ ભરૂચ ગ્રામ્ય વિસ્તારના વાલીયા પાસે
તત્કાલીન ડીસીપી અરુણકુમાર શર્મા અને સુભાષ ત્રિવેદીની ટીમ દ્વારા રાજશી હાથિયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ભાષ્કર પ્રભુદાસ પરેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કર્યો હતો. જ્યારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનને પીઆઇ જે.જે. ધ્રાંગા, સહિતની ટીમે એન્કાઉન્ટર કર્યું હતું. બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.26/11/2000 માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો સહિત 47 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ અધિકારી દ્વારા પૂરતો પુરાવો મળતા કોર્ટમાં 7/1/2002 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં 154 વિટનેસ હતા. ત્યારે આ કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો ન હતો.
બાદ અધિક જજ ડી.એસ. સિંઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર થતા માત્ર દોઢ જ મહિનામાં કેસને ચાર્જફેમ કરવામાં આવ્યો છે જેમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બે શખ્સના એન્કાઉન્ટર થયા છે. કોર્ટે મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલના નામનું પકડ વોરંટ ઈસ્યૂ કર્યું હતું જ્યારે સચિન માડમ સહિત ત્રણ આરોપીને ભાગેડુ જાહેર કરી કલમ 82 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બાકીના આરોપીઓને જુબાની માટે ટેલીફોનિક સમન્સની બજવણી કરવામાં આવી આવી હતી. અને પુરાવો નોંધ્યા બાદ આજે તા.2 જુલાઈના રોજ ન્યાયાધીશ ડી.એસ.સિંઘની અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉઘડતી કોર્ટે આફતાબ અન્સારી અને વિશાલ માડમ સહિતના આરોપીઓને રજૂ રાખવામાં આવ્યા હતા. ફરિયાદી અને સાહેદ જુબાની માટે કોર્ટમાં હાજર રહ્યા હતા. જુબાની દરમિયાન બંને અપહત દ્વારા ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું. ફરિયાદી પરેશ શાહની સરકારી વકીલ મહેશભાઈ જોષી દ્વારા સર તપાસ લેવાઈ હતી. જેમાં બનાવ કેવી રીતે બન્યો?, બનાવ પાછળનું કારણ? અને અપહરણ કેવી રીતે કરાયું તે અંગેના પ્રશ્નનો સર તપાસમાં પૂછવામાં આવ્યા હતા.
સર તપાસ પૂર્ણ થતા બચાવ પક્ષના લેવામાં આવશે. ત્યારબાદ અપહરણનો ભોગ બનેલ સાહેબ ભાસ્કર લીલાધર પારેખની પણ સર તપાસ અને ઉલટ તપાસ લેવામાં આવશે ત્યારબાદ અન્ય સાહેબોની પણ જુબાની લેવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવશે દરમિયાન જાણવા મળતી વિગત મુજબ સરકારી વકીલની સર તપાસમાં ફરિયાદી શાહ કોર્ટમાં હાજર આરોપીઓને ઓળખી શકેલ નહીં તેવું જાણવા મળેલ છે ત્યારે બચાવ પક્ષ દ્વારા ફરિયાદી પરેશભાઈની ઉલટ તપાસ શરૂ થયાનું જાણવા મળે છે આ કામમાં સરકાર પક્ષે મહેશભાઈ બચાવ પક્ષે વકીલ લલિતસિંહ શાહી, પી.એમ. શાહ,સુરેશ ફળદુ, પી.એમ. જાડેજા, આર.બી.ગોગિયા, કિરીટ નકુમ રોકાયેલા છે.
ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આરોપીઓ
અમિષ ચંદ્રકાંત બુદ્ધદેવ, આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અંસારી, રાજેન્દ્રકુમાર વ્રજલાલ ઉનડકટ, જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે રફિક મહંમદ સુલતાન, મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ, શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી, અજય ઉર્ફે તેટી ગુણુભાઈ મારૂ, બ્રિજમોહન હનુમનરાય શર્મા, વિશાલ વલ્લભ માડમ, કિશોર મહાદેવજી વેગડા, ફઝલ રહેમાન અબ્દુલ બાસિત શેખ ઉર્ફે ફઝલુ ઉર્ફે તનવીર ઉર્ફે અલી, ઉર્ફે ડોક્ટર ઉર્ફે ચંદ્ર મંડલ, નીતિનકુમાર ઉર્ફે મોહંમદ નદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી, શેલેન્દ્ર અતરંગસિંગ જાટ, મહંમદ સીદીક સમેજા, શાંતિલાલ ડાયાભાઈ વસાવા, રાજુ ઉર્ફે રાજેશ વ્રજલાલ ભીમજિયાણી, ઈમ્તિયાઝ નુરમામદ કારાણી, ભલાભાઈ કચરાભાઈ નારિયા, દિલીપ અમૃત પટેલ, ક્રિનવભાઈ રમેશભાઈ ચૌધરી, રાજુ ઉર્ફે રૂપમ કાંતિભાઈ પોપટ, ભાવિન કિરીટભાઈ વ્યાસ, મહંમદ ઉર્ફે ડેનીહુસેન હાલા, આનંદભાઈ ઢેલુભાઈ માડમ, ઈરફાનભાઈ અકીલભાઈ શેખ, મનોજ હરભમભાઈ સિસોદિયા, ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લિમ, દીપકકુમાર નાગેશ્વર મંડલ, સચિન વલ્લભ માડમ, તેજસ રાણાભાઈ ડેર, દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા, મનોજભાઈ પ્રવીણભાઈ સંખાવડા, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જંત, પ્રદીપભાઈ ઉર્ફે ડોક્ટર અનરસિંગ ડાંગર, સૂરજ પ્રકાશ ઉર્ફે રાજેશ સાહેબસિંહ, જીગ્નેશભાઈ ઉમેશભાઈ પાંઉ, મેહુલભાઈ ઉમેશભાઈ પાંઉ