- નવોદિત રચનાકારો માટે કાર્યરત ભારવીનું
- ભારવી મંચમાં સાહિત્ય સેવા માટે જોડાનારાને વિનામૂલ્યે સદસ્યતા
નવોદિત કલાકારો માટે કલાના રીયાઝ સાથે માર્ગદર્શન પ્રેરણા અને દિશા નિર્દેશ ખુબ જ મહત્વનું હોય છે. અબતક ની મુલાકાતે આવેલ ડો. નિકેશ શાહ અને રીઘ્ધીબેન ઠકકરે જણાવ્યું હતું કે રાજકોટમાં સાહિત્યીક પ્રવૃતિઓ માટે આવેલ ભાષા વિચાર મંચના ઉપક્રમે 12-6-22 ના રોજ સૌરાષ્ટ્ર યુનિ. ના ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ખાતે સવારે 9 થી 11 ના ભાષા રચના વિચાર મંચ ઉપક્રમે માસિક મણાંકા 4 નું આયોજન કરાયું છે.
નવોદિત રચનાકારો માટે કાર્યરત ભારવીનું ભાષા રચના વિચાર મંચ ભાવિ પેઢીને સર્જનમાં જોડવાની કેડી કડારી છે તેમ ડો. નિકેશભાઇ શાહે જણાવ્યું હતું.
ભાષા પ્રત્યે પ્રેમ તો સહુને છે જ પરંતુ આજે વધતા જતાં વૈશ્ર્વીકરણમાં માતૃભાષા પ્રત્યે સહેજ ઉદાસીન થયાના પ્રમાણો હાલની પેઢીમાંથી મળવા માંડયા છે. આ સમયમાં આપણી ઉત્કૃષ્ટ રચનાઓના વિવેચન, પઠન, અભ્યાસની સાથે જ એક એવા સંકલનની જરુર ઉભી થઇ રહી છે. જે નવોદિત લેખકોને પ્રોત્સાહન પુરુ પાડે નવી પેઢીને સર્જનમાં જોડવામાં પણ આ મંચની ચાવીરુપ ભૂમિકા રહેશે જ ભાષાની વિવિધ પ્રવૃતિઓ અને પ્રકારોની અહી મુકત મનથી ચર્ચા કરવામાં આવે છે સાથે જે તે વિષયના ખ્યાતનામ નિષ્ણાોતોનો સાથ ભારવીને એકદમ શરુઆતથી જ મળતો રહ્યો છે.
મોબાઇલ ,ઇન્ટરનેટ અને સોશ્યલ મીડીયાના આ યુગમાં ભારવી સર્જનાત્મક લખાણ માટે નવી પેઢીના લેખકો, નિબંધકારો અને કવિઓને પૂર્ણ રીતે મદદરુપ થઇ રહ્યું છે. એક દિવસીય વાર્તા શિબિરનું પણ રાજકોટના જ આયોજન સફળતાપૂર્વક ભારવીના માઘ્યમથી શકય બન્યું છે.
આ ગ્રુપ, સાહિત્યના પાસાઓને મુકત મનથી ચર્ચવા માટેનું જ ગ્રુપ હોવાને લીધે દરેક સર્જક અહી મનની મોકળાશ અનુભવે છે. અને સુંદર રીતે વ્યકિત થાય છે. પ્રસિઘ્ધ વાર્તાકાર નીલમબેન કારીયા તથા સાંપ્રત પ્રવાહમાં ઊંડાણ પૂર્વક લખતા હરિશભાઇ દોશી પણ ભારવી સાથે જોડાઇ ચુકયા છે.
નવોદિતોને સાહિત્યમાં રસ લેતા કરવા માટે આયોજ, રસ ધરાવનારાઓને માટે માર્ગદર્શક તથા વિવિધ સાહિત્યિક પ્રવૃતિના સંકલનકાર આ પ્રકારની ત્રિવેણી ભૂમિકા ભારવી ભજવી રહ્યું છે.
રાજકોટમાં ઘર આંગણે થયેલ આ પ્રયોગ અત્યંત સફળ થઇ રહ્યો છે.
આગામી બેઠકમાં રાજકોટના ગૌરવવંતા કવિ સંજુ વાળા , સંતિષચંદ્ર વ્યાસ, વિદ્વાન વિવેચક આર.પી.જોશી તથા ખ્યાતનામ સ્કેચ આર્ટિસ્ટ નલીન સુચક સહુને માર્ગદર્શન પુરુ પાડવા માટે આવવાના છે. ભાવનગરના કવિ હિમલ પંડયા પણ પહેલી બેઠકથી જ ભારવિ સાથે જોડાયેલ છે તથા વખતોવખત ગઝલ વિષયક કીમતી માર્ગદર્શન પુરુ પાડતા હોય છે.
ભારવિ મંચ સાથે જોડાવવા માટે સંજયભાઇ ઉપાઘ્યાય મો. નં. 99252 10237 અથવા ડો. અશ્ર્વિનીબેન જોશી મો. નં. 90999 39630 આ મંચ માત્ર સાહિત્ય સેવા માટે જ હોવાને લીધે રસ ધરાવતા સર્વજનો માટે સદસ્યતા સઁપૂર્ણ નિ:શુલ્ક રાખવાના આવેલ છે.
ભારવીના નવા સભ્યોને વિનામૂલ્યે પ્રવેશ
ભારવી નવા સાહિત્ય સર્જકોની સૈના તૈયાર કરવાની નેમ સાથે નવોદિત સર્જકોને માર્ગદર્શન પ્રોત્સાહન અને નવા વિચારો ને પુસ્તક રથ કરવા માટે કાર્યરત છે. સંસ્થાએ નવોદીત સભ્યો માટે વિનામૂલ્યે પ્રવેશ પ્રથાનો અમલ કાયમી ધોરણે રાખવાનું નિશ્ર્ચર્ય કર્યો છે.