રાજશ્રી સીનેમા પાસે જ્ઞાતિજનો કરશે યાત્રાનું સ્વાગત; અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
સમગ્ર દેશ જયારે ગણતંત્ર દિવસની ઉજવણી માટે કંઈક નવુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટના રાજમાર્ગ પર રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળશે.
૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાજકોટના રાજમાર્ગ પર રાષ્ટ્ર ગૌરવ યાત્રા નીકળશે. રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા આ યાત્રા સવારે ૮.૩૦ કલાકે પ્રસ્થાન થશે. આ યાત્રા દેશ પ્રેમ અને દેશ ભકિત જાગૃત કરવા માટે કાઢવામાં આવે છે યાત્રામાં ૨૦૦ ફૂટનો રાષ્ટ્ર ધ્વજ, ભારત માતાનો મુખ્ય રથ અને દેશ માટે શહીદ થનાર શહીદો માટે શહીદ કુટીર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ યાત્રામાં રાજકોટ માલધારી સમાજ પણ મોટી સંખ્યામાં પદયાત્રા તેમજ બાઈક યાત્રામાં જોડાશે. પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને તિરંગા ધ્વજને સાથે લઈને નીકળશે આ સંદર્ભે અબતકની મુલાકાતે આવેલા ભરવાડ સમાજના કાર્યકરોએ જણાવ્યું કે રાજશ્રી સિનેમા પાસે સમગ્ર ભરવાડ સમાજ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને પારંપરિક વસ્ત્રો પહેરી રાષ્ટ્ર ગૌરવ પ્રત્યે જાગૃતિ ઉભી થાય અને સંસ્કૃતિ પ્રત્યે પણ જાગૃતિ આવે તે માટે પારંપારીક વસ્ત્રો સાથે ગૌરવયાત્રામાં જોડાશે.
રાષ્ટ્રગૌરવ યાત્રાનો રૂટ રાજકોટ રામાપીર ચોકથી રામનાથપરા ગરૂડ ગરબી ચોક સુધીનો રહેશે. યાત્રા બાદ સમાપન સ્થળે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે. આ યાત્રામાં જોડાવા ભરવાડ સમાજના કરણભાઈ ગમારા (કેશરી), બાબાભાઈ ભગત, દિલીપભાઈ ગમારા, વિરભાઈ ડાભી, મેહુલભાઈ રાઠોડનો અનુરોધ છે.