મોરબીમાં થોડા દિવસ અગાઉ બાયપાસ નજીકથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી જેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી હતી.
પરંતુ કોણ અપહરણ કરીને લઇ ગયું કે કોઈ સીસીટીવી સહિતની કળી મળતી ન હતી.પરંતુ પોલીસની મહા મહેનતને કારણે પોલીસે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને તપાસ શરૂ કરતા આ સગીરાને ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવીને શાહરૂખ ઉર્ફે રવી નરેશભાઇ જોગી (ઉ.વ.21 રહે.રાજપારડી, તા. ઝઘડિયા જી.ભરૂચ) વાળો અપહરણ કરીને લઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે આરોપીને પકડી પાડી ભોગ બનનાર સગીરાને હેમખેમ શોધી કાઢી પરિવારજનોને સોંપી હતી. ત્યારે સોશિયલ મીડિયાના કારણે વધુ એક ગુનો બન્યો હતો અને સ્વતંત્રતાના નામ પર આજનું યુવાધન સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ કરતા હોવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકો પર નજર રાખવી જરૂરી બની છે.