ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ગઈકાલ મોડી રાતના એક ગોઝારા અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં રોંગ સાઈડમાં માતેલા સાંઢની જેમ પુરપાટ દોડી આવતા ટ્રકે કારને લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે ચાર યુવાનોના મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે અકસ્માતની ઘટનાની જાણ આસપાસના ગામજનોને થતા તેઓ તાત્કાલિક મદદ એ દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યારે જીવલેણ અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલકની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી છે.
રોંગ સાઈડમાં ઘસી આવેલા ટ્રકે કારને હડફેટે લેતા સર્જાયો ગોઝારો અકસ્માત
ભરૂચથી ચારેય મિત્રો નોકરી પરથી આમોદના સુડી ગામે પહોચે તે પહેલા પ્રાણ પંખેડું ઉડી જતાં પરિવારમાં માતમ
જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ
બનાવની મળતી વિગતો મુજબ ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર યુવાનોના કમ કમાટી ભર્યા મોતની ભજીયા હતા. dજયારે આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તમામ યુવાનો આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન,સાકીર યુસુફ પટેલ,ઓસામા રહેમાન પટેલ અને મહંમદ મકસુદ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.ચારેય યુવાનો ભરૂચ રવિ રત્ન મોટર્સ નામના શોરૂમ માં કામ કરતા હતા અને નીતિયક્રમ મુજબ ચારેય યુવાનો નોકરી પતાવી ઘરે અલ્ટો કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે કેલોદ ગામની ભૂખી પાસે સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રકે કારણે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત ને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતુ. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ સુડી ગામમાં થતા ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ જીવને અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ત્યાંથી નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાફરાબાદ પાસે અજાણ્યા વાહન બાઇકને ઠોકર મારતાં પિતા – પુત્રના કરુણ મોત
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવેલા બીડીકામદાર સોસાયટીમાં રહેતા ગટુરભાઈ ભીમાભાઇ શીયાળ (ઉ.વ.૨૭) નામના એ વખતે ના પુત્ર સંજયભાઈ ગટુરભાઈ શિયાળ સાથે બાઈક પર જાફરાબાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને કોઈ અજાણ્યા વાહન દ્વારા તેમના બાઈકને અડફેટે લેતા તેઓને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પીતા-પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવવાની વૃતકના પરિવારજનોને થતા તેઓ તાત્કારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને મૃતક ગટુભાઈના ભાઈ ભાવેશભાઈ ની ફરિયાદ પરથી પોલીસ દ્વારા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.