વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પૂરા કરતા દેશભરમાં ૧૫ જૂન સુધીમાં ૫૦૦ સ્ળોએ સંમેલન યોજાશે: નાણામંત્રી અ‚ણ જેટલી, રવિપ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડા ગુજરાતમાં સંમેલન સંબોધશે
ભાજપ વિજય ‚રૂપાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડશે: ભરત પંડયા
કોંગ્રેસ કોની આગેવાનીમાં ચૂંટણીમાં ઝંપલાવશે તે જાહેર કરે
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસને આડાહો લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો પોતાના આંતરીક ઝઘડાને છુપાવવા માટે ભાજપ અને મીડિયા પર આક્ષેપો કરે છે. કોંગ્રેસમાં સત્તા માટે ઉકળાટ અને જુબંધીનો કકળાટ જોવા મળી રહ્યો છે.
સાબરમતી ખાતે યોજાયેલા સંમેલન બાદ ગઈકાલે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે એ વાત જાહેર કરી દીધી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની આગેવાનીમાં જ ઝંપલાવશે. ત્યારે કોંગ્રેસના નેતાઓ કોની આગેવાનીમાં ચૂંટણી લડશે તે તેને જાહેર કરવી જોઈએ. ૨૮ ચૂંટણીઓમાં પક્ષને હાર અપાવવાનો રેકોર્ડ સર્જનાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે ગઈકાલે શાસનના ત્રણ વર્ષ પૂરા કરતા ભ્રષ્ટાચાર મુકત શાસનની વાત દેશના એક-એક નાગરિક સુધી પહોંચાડવા અને નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાી માહિતગાર કરવા માટે આગામી ૧૫મી જૂન સુધી દેશમાં ૫૦૦ શહેરોમાં સબ કા સા સબ કા વિકાસ સંમેલન યોજમવામાં આવશે. તેમ આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત અને ભારતનું માન સન્માન વિશ્ર્વભરમાં વધારનાર, વિકાસની રાજનીતિના દિશા-દર્શક એવા નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ગઈકાલે શાસનના ત્રણ વર્ષ પૂરા કર્યા છે. દેશ હિત, જન હિત અને વિકાસ માટે કામ કરતી કેન્દ્ર સરકારને હું ગુજરાત ભાજપ વતી અભિનંદન પાઠવું છું, સો સો આનંદની લાગણી પણ વ્યકત કરું છું, આગામી ૨૫મી જૂન સુધીમાં કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓ દ્વારા દેશમાં ૫૦૦ સ્ળોએ સબ કા સા સબ કા વિકાસ સંમેલન યોજવામાં આવશે જેમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગર સહિત કુલ ૪૧ સ્ળોએ સબ કા સા સબ કા વિકાસ સંમેલન યોજાશે. જેમાં નાણા મંત્રી અ‚ણ જેટલી, રવિપ્રકાશ, પ્રકાશ જાવડેકર, જી.પી.નડ્ડા સહિતના મંત્રીઓ ઉપસ્તિ રહેશે.
ત્રણ વર્ષના સફળ શાસનમાં મોદી સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે લોકો સુધી પહોંચાડવામાં આવશે. સબ કા સા સબ કા વિકાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મંત્રી મંડળના સભ્યો, સાંસદો તા ધારાસભ્યો પણ ઉપસ્તિ રહેશે.