૪૮ હજાર બુમાં હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરાશે: સોશિયલ મીડિયા કી ૪૦ લાખ લોકોનો નેટ ટુ નેટ સંપર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં કાર્યકરોને સંબોધશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા સત્તાધારી પક્ષ ભાજપને તૈયારીઓ આરંભી દીધી છે. બુ મજબૂત કરવા માટે આવતીકાલી સતત ૯ દિવસ સુધી એટલે કે ૫મી જૂન સુધી ભાજપની વિસ્તારક યોજનાનો આરંભ શે જેમાં ૪૮ હજાર બુમાં હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરવામાં આવશે અને સોશિયલ મીડિયા કી કાર્યકરો ૪૦ લાખ લોકોનું નેટ ટુ નેટ સંપર્ક કરશે.
આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપ પંચામૃત શક્તિી વિજય બને છે. જેમાં નેતૃત્વ બળ, વિકાસ બળ, વિચાર બળ, કાર્યકર્તા બળ અને વિશ્ર્વાસ બળનો સમાવેશ ાય છે. ભાજપ હંમેશા પ્રજાની વચ્ચે રહે છે. પછી સંગઠન હોય કે સરકાર, પક્ષની કેન્દ્રીય યોજના મુજબ આવતીકાલી ભાજપની વિસ્તારક યોજનાનો આરંભ ઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં ૪૮ હજાર બુમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને પક્ષના આગેવાનો જશે, કાર્યકર્તા આધારિત અને વિચાર આધારિત ભારતીય જનતા પાર્ટી છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પણ એક કાર્યકર તરીકેનું જ કામ કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૩૧મીએ છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકા બુનો વિસ્તારક તરીકે જશે.
આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ૨૮ ી ૩૧મી મે સુધી ચાર દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ ૭ જિલ્લાના બુ પર જશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઠાગવેલના બુ પર જયારે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી વડોદરા મહાપાલિકાના બુમાં વિસ્તારક તરીકે જશે. તમામ સો મંત્રીઓ અને આગેવાનો પણ વિસ્તારક તરીકે ઉપસ્તિ રહેશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’માં કાર્યકરો સો ચર્ચા કરશે અને વિસ્તારક યોજનાનું વિધિવત લોન્ચીંગ કરશે. સનિક લોકોને પણ સાંભળશે. ૫ જૂન સુધી વિસ્તારકો પોતાનું કામ ચાર તબકકામાં કરશે જેમાં પેઈઝ પ્રમુખી બુને મજબૂત કરવાનું કામ હા ધરાશે. ચાર તબકકામાં વિચાર વૃદ્ધિ, સામાજીક વૃદ્ધિ, વર્ગ વૃદ્ધિ અને ભૌગોલીક વૃદ્ધિનું કામ કરવામાં આવશે. હાર્ટ ટુ હાર્ટ અને નેટ ટુ નેટ પણ સંપર્ક કરવામાં આવશે.
વિસ્તારકોએ ૯ દિવસ દરમિયાન પ્રત્યેક દિવસની કામગીરીનો રિપોર્ટ સોશિયલ મીડિયા મારફત પ્રદેશ સુધી પહોંચાડવાનો રહેશે. આ માટે ભાજપ દ્વારા એક ખાસ એપ્લીકેશનનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જે ૪૮ હજાર વિસ્તારકો પોતાના સ્માર્ટ ફોનમાં લોન્ચ કરશે.
પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્તિ રહ્યાં હતા.