ભારતીય જનતા પાર્ટી બુથ વિસ્તારક યોજના થકી મતદારોનો મિજાજ પારખશે: મોરબીના ૫૭૧ બુથ પર કાર્યકરો ઘેર ઘેર ફરી સરકારની સિઘ્ધી વર્ણવશે

આગામી વિધાસનભા ચુંટણી નજીક છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૮મી મે થી ૫ જુન દરમિયાન બુથ વિસ્તારક યોજના થકી દરેક મતદારોનો ડોટ ટુ ડોર સંપર્ક કરી અત્યાર સુધીનો સૌથી મોટો કહી શકાય તેવું સર્વેક્ષણ કરનાર છે.

આ માટે મોરબી જીલ્લાના ૫૭૧ બુથ વિસ્તારકો માટે અત્રેના ત્રિમંદીર ખાતે ખાસ વર્કશોપ યોજાયો હતો. જેમાં સંગઠનના કાર્યકર્તાઓને ટોપ ટુ બોટમ માહીતી આપવામાં આવી હતી.

રાજયની વિધાનસભા ચુંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો જીતવાના નિર્ધાર સાથેુ ભાજપ દ્વારા અત્યારથી જ ચુંટણી લક્ષી તૈયારીને આખરી ઓપ  આપવામાં આવી રહ્યો છે.

જે અંતર્ગત અત્રેના ત્રિમંદીર ખાતે બુથ વિસ્તારકો માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપમાંથી પ્રદીપભાઇ વાળાએ બુથ વિસ્તારકોને ચુંટણીમાં પ્રચંડ જીત મેળવવા કામે લાગી જવા હાંકલ કરી હતી.

૨૮મી મે થી પ જુન સુધી ચાલનારા ૮ દિવસના ડોર-ટુ ડોર મતદાર સંપર્ક કાર્યક્રમમાં બુથ વિસ્તારોને કેમ વર્તયું કેમ સરકારની જુદી જુદી યોજનાનો પ્રચાર-પ્રસાર કરવો તે અંગે હિરેનભાઇ પારેખે પાવર પોઇન્ટ થકી મોરબી જીલ્લાનાં તમામ મંડળના બુથ વિસ્તારકોને સમજ આપી શિક્ષકની જેમ નહીં પણ વિઘાર્થીની જેમ વર્તવા ભારપૂર્વક જણાવ્યું હતું. સાથો સાથ બુથ વિસ્તારકોની ડે ટુ ડે ની કામગીરીનો ભાજપની એપ મારફત રીપોર્ટ કરવા પણ જણાવ્યું હતું.

ભારતીય જનતા પક્ષ દ્વારા હાથ ધરવામાં આવનાર આ અઠવાડીક સંપર્ક યાત્રા દરમીયાન નવા સભ્યોની નોંધણી કરવાથી લઇ કેન્દ્ર રાજય સરકારની જુદી જુદી યોજનાની લોકો સુધી જાણકારી પહોચાડવી, સરકારી યોજનાનો લાભ લીધેલ હોય તેવા લાભાર્થીઓનું મંતવ્ય જાણવું, જુના સંઘના કાર્યકર્તા વડીલોનો સંપર્ક સાધવો, સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવું, દરેક બુથમાં જઇ વધુને વધુ લોકોને ભીમ એપ ડાઉન લોડ કરાવી કેશલેશ વ્યવહાર માટે સમજ આપવી, તેમજ બુથ લેવલે સર્વ કરી મતદારોનાં નામ મોબાઇલ નંબરની યાદી બનાવી વધુને વધુ લોકોના સ્માર્ટ મોબાઇલ ફોનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની નમો એપ ડાઉન લકો કરવા સહીતની કામગીરી કાર્યકર્તાઓને સોંૅપવામાં આવી હતી.

ભાજપના આ બુથ વિસ્તારક વર્કશોપમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જયોતિસિંહ જાડેજા (જયોતિકાકા)

પ્રદીપભાઇ વાળા, ધારાસભ્ય  બાવનજીભાઇ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, યુવા ભાજપ પ્રમુખ રવિભાઇ ભાજપ મહીલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, કાઉન્સીલર વિજયભાઇ જાની, ઘનશ્યામભાઇ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદુભાઇ હુંબલ, ઘનશ્યામભાઇ ગોહિલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, પ્રજ્ઞેશભાઇ વાઘેલા, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેઠાભાળ ભૂત, મિડીયા સેલના વિજયભાઇ લોબિલ, દુર્લભજી બીપીનભાઇ વ્યાસ સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

૨૮મી વડાપ્રધાન મોદી મન કી બાત કરશે

ભારતીય જનતા પાટી દ્વારા ૨૮મી મેના રોજ વિરસાવરકરજીની જયંતિના દિવસથી બુથ લેવલે પ્રચાય-પ્રસારની કામગીરીનો શુભારંભ કરાશે. આ દિવસે વડાપ્રધાન મોદી રેડીયો થર્કી મન કી બાત કરશે ઉપરાંત પ જુને સંઘ સંચામક પૂ. ગુરુજીની પુર્ણાહુતી થી હોય આ દિવસે બુથ લેવલના આ પ્રચાર-પ્રસાર સર્વનું સમાપન કરાશે.

બુથ પ્રમુખોની ગેરહાજરી મામલે રાઘવજીભાઇની માર્મિક ટકોર

અત્રેના ત્રિમંદીર ખાતે બુથ વિસ્તારકો માટે યોજાયેલા વર્કશોપમાં સમયસર વર્કશોપમાં હાજર ન રહેનાર બુથ પ્રમુખોની ઝાટકણી કાઢી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ માર્મિક ટકોર કરી કામ કરવું હોય તો જ સંગઠનમાં હોદા મેળવજો અન્યથા કામ કરનારા કાર્યકરોની ભાજપના અછત  નથી તેવું સ્પષ્ટ પણે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.