મેયર બંગલા ખાતે યોજાનાર શહેર ભાજપનાં બૌઘ્ધિક સંમેલનમાં યાદવ અને ભીખુભાઈ દલસાણીયા આપશે માર્ગદર્શન
પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત આગામી સોમવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના નવનિયુકત પ્રભારી ભુપેન્દ્રજી યાદવ પ્રથમવાર રાજકોટમાં પધારી મેયર બંગલા ખાતે યોજાનાર શહેર ભાજપના બૌઘ્ધિક સંમેલનમાં માર્ગદર્શન આપશે. તેમજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા આ સંમેલનમાં વિશેષ માર્ગદર્શન પુરુ પાડશે. સંમેલનમાં શહેરના ચેમ્બર ઓફ કોમર્સ, જીઆઈડીસી મેટોડા, શાપર વેરાવળ, ગ્રેટર ચેમ્બર, ડોકટરો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટો, આર્કીટેકટ, સામાજીક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિસ્તારક યોજના અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરના ૮૮૬ બુથમાં તેમજ ૩૨૧ શકિતકેન્દ્રોમાં વિસ્તારક યોજનાનો પ્રારંભ આગામી રવિવાર થી તા.૫ જુન એટલે કે ૯ દિવસ સુધી વિસ્તારક કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં વિસ્તારક તરીકે નીકળનાર તમામ કાર્યકર્તા ઘેર-ઘેર જઈ જન-જન સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની અંત્યોદય અને એકાત્મ માનવવાદની વિચારધારા અને પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘માય આઈડિયા ઓફ ઈન્ડીયા’ને સાર્થક કરવા તેમના વિચારો પહોંચાડશે. વધુને વધુ લોકો પાર્ટી સાથે જોડાય, કાર્યકર્તા બને, કાર્યકર્તાનું ઘડતર થાય અને ભવિષ્યમાં નેતૃત્વ કરે તેવા કાર્યકર્તાનું ઘડતર પણ કરવામાં આવશે.
વિસ્તારક યોજના અંતર્ગત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ.કે.જાડેજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કમલેશ મિરાણી, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, વિધાનસભા-૬૯ના વાલી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ શહેર ભાજપના તમામ હોદેદારો બુથ પર વિસ્તારક તરીકે નીકળીભાજપની કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડશે