સારા કે નરસા જેવા કહો એવા કારણોથી પણ ભારતીયો રજાઓ ખૂબ ઓછી પાળે છે…… !!!!!!!!
તાજેતરમાં જ એક ઓનલાઈન ટ્રાવેલ કંપની દ્વારા એક સર્વે જાહેર કરવામાં આવ્યો છે , જેમાં એ વાત સામે આવી છે કે એંડિયાના યૂથ અન્ય દેશના યૂથ કરતાં ખૂબ ઓછી રજાઓ પાળે છે. રિપોર્ટ મુજબ કારકિર્દીમાં આગળ વધવા માટે ભારતીયો સમયને ધ્યાન ના આપતા કલાકોના કલાકો ઓફિસમાં કામ કરે છે. મોટાભાગના કર્મચારીઓ ઓફિસ દ્વારા અપાયેલી રાજાઓને પણ માંડ લઈ શકે છે એમાં ભારતીયોનું સ્થાન દુનિયામાં ચોથા ક્રમે છે તો પહે નંબરે જાપાન બીજા ક્રમે અમેરિકા અને ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલીયા આવે છે.
તમે પણ વિચારતા હશો કે કંપની દ્વારા અપાટી રજા લેવામાં પણ ભારતિયો કેમ ઓછી રજા લ્યે છે??? તો આવો જાણીએ તેની પછાળના મુખ્ય કારણો વિષે…..
હોલિડે ગિલ્ટ સીન્ડ્રોમ્સ
મોટા ભાગના લોકો હોલિડે ગિલ્ટ સીન્ડ્રોમ્સનો શિકાર હોય છે. એ લોકો કાં તો પ્લાનીંગ કરીને રજા લે છે કાં તો રજા લેતા જ નથી. આ ઉપરાંત કંપનીના મહત્વના પ્રોજેકટ પૂરા કરવાને વધુ મહત્વં આપી રજા લેવાનું ટાળે છે.
ઓફિસનો સ્ટ્રેસ
જાપાનમાં થોડા સમય પહેલા સતત 159 કલાક કામ કરવાથી એક મહિલા પત્રકારનું મૃત્યુ નીપજયું હતું. આજના વર્ક કલ્ચરને લઈને અનેક સવાલ પ્રશ્નો ઊભા થાય છે. ઓફિસમાં કામના સ્ટ્રેસ વચ્ચે પણ લોકો રજા લેવાનું ભૂલી જાય છે. કામના બોજને કારણે લોકો અનેકવિધ માનસિક બીમારીઓનો પણ શિકાર બને છે.
પ્રોજેકટ પૂરા કરવાની ચિંતા….
દરેક કર્મચારી પોતાને મળેલા પ્રોજેકટ સમયસર પૂરા કરવાની ડોલમાં હોય છે અને એને પૂરા કરવા કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી ઇચ્છતા . જેના પરિણામ સ્વરૂપ એક પ્રોજેકટ પૂરો કર્યા પહેલા જ બીજો પ્રોજેકટ માથે આવી જાય છે . જેના કારણે રજાઓ લેવાનો સમય જ નથી મળતો .
ડે આફ્ટર ટુમોરો ડિસઓર્ડર ….
ભારતમાં એવા લોકો વધુ જોવા મળે છે જેને ડે આફ્ટર ટુમોરો ડિસઓર્ડર હોય. આ પરિસ્થિતી ત્યારે વધુ ભયંકર બને છે જ્યારે અનેક પ્રયત્નો બાદ પણ કામને પૂરું નથી કરી શકતા. એવામાં ડિપ્રેશન થવું એ યોગ્ય છે. ડેડલાઇનની ચિંતામાં કર્મચારીઓ કામને જ પૂરું નથી કરાઇ શકતા તો એને રજા લેવાનો સમય કાયાથી મળે ????
બોસની નીતિ…..
બોસ હમેશા કામના બોજની વાત કરતાં હોય છે, એવામાં કર્મચારીઓને રજા લેવામાં પ્રેસર આવે છે. જો બોસ ડિપાર્ટમેન્ટમાં હમેશા એવુજ કહ્યા કરે છે કે કામ ખુબા જ વધારે છે કેમ પૂરું કરીએ તો રજા મળે …? આવી પરિસ્થિતિમાં કર્મચારી રજા લેવાનો વિચાર પણ કેમ કરી શકે?
તો આ કારણોથી ભારતીયો રજાઓ ઓછી લ્યે છે . અને પોતાના કામ માટે કેટલા ગંભીર છે કે પોતાના માટે પણ રજા લઈ નથી શકતા…!!!!
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com