Abtak Media Google News
  • ‘યાત્રી કૃપયા ધ્યાન દે’
  • ‘યાત્રી ગો’ નામની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરાશે
  • યાત્રીઓએ યાત્રા દરમિયાન શુ કરવું અને શું ટાળવું તેના વિશે અપાયું સચોટ માર્ગદર્શન

બ્રહ્માકુમારીઝ હેપ્પી વિલેજ રાજકોટના આંગણે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ દ્વારા યાત્રી કૃપયા ધ્યાન દે પ્રોજેક્ટ અંતર્ગત એક સુંદર મજાના સડક સુરક્ષા ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં બ્રહ્માકુમારી કવિતાબેન અને બ્રહ્માકુમાર સુવાસભાઈએ મુંબઈથી ખાસ અહીં આવીને ટ્રેનિંગ આપી હતી. સાથોસાથ ગ્લોબલ હોસ્પિટલ મા. આબુના આસિસ્ટન્ટ પ્રો. પ્રિષાબેન પણ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

હપ્પી વિલેજ ખાતે  પ્રોગ્રામ  દરમિયાન ચાર સત્ર હતા. સ્વાગત પ્રવચન બ્રહ્માકુમારી અંજુબેને કર્યું હતું. કેન્ડલ લાઇટિંગથી પ્રથમ સત્રનો શુભારંભ કરાયો હતો. ત્યારબાદ કુ. હીરએ સુંદર નૃત્ય રજૂ કરીને સહુની વાહવાહી લૂંટી હતી. બ્રહ્માકુમારી કિંજલ દીદીએ વ્યવસ્થાની ધૂરા સંભાળી હતી.

યાત્રી કૃપયા ધ્યાન દે પ્રોજેક્ટ એક પ્રેક્ટિકલ પ્રોગ્રામ છે. જેમાં જીવન રૂપી યાત્રા દરમિયાન પ્રતિકુલ મેં ભી કૂલ રહે

સ્લોગન દ્વારા શાંતિની અનુભૂતિ કરવાની શીખ અપાઈ હતી. આ ઉપરાંત પ્રેક્ટિકલ ટિપ્સ આપકી યાત્રા સુખમય હો સેશનમાં અપાઈ હતી. જેમાં માનવ જીવનની યાત્રા દરમિયાન આવતી સમસ્યાઓને દરેક સ્ટેશનનું નામ આપી દેવદૂત થકી અનાઉંસમેન્ટ કરી મનોરંજક તરિકાથી સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે શાંત અને સ્થિર રહેવું. જીવન યાત્રા રૂપી સફરમાં યાત્રાનો સાચો આનંદ કઈ રીતે લઈ શકાય તેની બખૂબી સમજ આપવામાં આવી હતી.

ઈન્ટ્રો સેશન, સફર એ જિંદગી લગભગ દોઢ કલાકનો સેશન હતો. ત્યારબાદ,     આપકી યાત્રા સુખમય હો લગભગ 90 મિનિટનો સેશન હતો. જેમાં પ્રેક્ટિકલ રૂપમાં યાત્રીએ યાત્રા દરમિયાન શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તેની છણાવટ કરવામાં આવી હતી. મુસ્કાન કો પહેચાન એ છેલ્લા અને ચોથા સેશનમાં યાત્રીનો કર્તવ્ય પાલન, ડિસિપ્લિન, સરળતા, મિનિમમ જરૂરિયાત વગેરે મુદ્દા પર આધ્યાત્મિક છતાં રોચક રૂપમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

કવિતાબેને કહ્યું હતું કે, વિંગ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરાશે. જેનું નામ છે યાત્રી ગો. તેમણે યાત્રા દરમિયાન જરૂરી સાધન સામગ્રી   લઈ જવા બેગ પેક ટિપ્સ આપી હતી. અંતમાં યાત્રા દરમિયાન સમયનો સદુપયોગ કેમ કરવો તેની ટિપ્સ પણ કવિતાબેને આપી હતી.

બીજા સેશનમાં સુવાસ ભાઈએ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગ દ્વારા કરાતી સેવાઓની વિગત આપી હતી. ત્યાર બાદ શોર્ટ ફિલ્મ થકી સડક સુરક્ષાના પાઠ પઢાવાયા હતા. કહ્યું કે – વિશ્વમાં દર 25 સેક્ધડ પર એક મૃત્યુ સડક દુર્ઘટનાથી થાય છે. સરકારી વેબસાઈટ અનુસાર વર્ષ 2021માં આશરે દોઢ લાખ લોકો ભારતમાં સડક દુર્ઘટનામાં માર્યા ગયા હતા. અંતમાં સુવા સભાઈએ    વ્હાય-વ્હોટ ફેક્ટરને હંમેશા ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી. વાહન ચલાવતા સ્પીડ લિમિટ કંટ્રોલમાં રાખવા સમજ આપી હતી.

લાસ્ટ સેશન માઈન્ડ સ્પા માં જેમ આપણે બોડી સ્પા થકી શરીર ને કંચન જેવું બનાવીએ તેમ આપણા માઈન્ડ ને પણ સ્પા એટલે કે મેડિટેશન થકી શુદ્ધ, શક્તિમાન અને પવિત્ર રાખીએ. તેમ પ્રો. પ્રિષાબેને જણાવ્યું હતું. તેમણે મેડિટેશન ટેક્નિક વિષે વિષદ છણાવટ કરી હતી. આ કાર્યક્રમનો અસંખ્ય લોકો એ લાભ લીધો હતો

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.