રૂ. પ ની ફેસ વેલ્યુના ઇકિવટી શેર માટે રૂ. 542 થી 570 ના ભાવે પ્રાઇઝ બોન્ડ નકકી કરાઇ
ભારતી હેક્સાકોમ લિમિટેડએ બુધવાર, 3 એપ્રિલ ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે. પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટીશેર્સની કુલ ઓફર સાઇઝમાંટેલિકમ્યૂનિકેશન્સ ક્ધસલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (વેચાણકતા ર્શેર ધારક) દ્વારા 7,50,00,000 સુધીના ઇક્વિટીશેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર 2 એપ્રિલ રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 5 એપ્રિલ, ના રોજ બંધ થશે.
ઓફરની પ્રાઇઝબેન્ડ શેર દીઠ રૂ. 542 થી રૂ. 570 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમા ંકરી શકાશે.
ઓફરનો હેતુ વેચાણકર્તા શેર ધારક દ્વારા 7,50,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર રજૂ કરવી અને (2) સ્ટોક એક્સચેન્જો પર ઇક્વિટી શેર્સના લિસ્ટિંગના લાભો હાંસલ કરવાનો છે.
આ ઇક્વિટી શેસ ર્દિલ્હી અને હરિયાણાની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરએચપી)માં 22 માર્ચ, 2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તે બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટિંગ થશે (લિસ્ટિંગ).
એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.