દિવાળી પર કંપનીઓ ગ્રાહકો માટે એક થી વઘુ એક ઓફર આપી રહી છે. ત્યારે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે ગ્રાહકો માટે એક વાર વઘુ એક ખાસ ઓફર લોન્ચ કરી છે.એરટેલે સોમવારે ધ ઓનલાઈન સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોરના માધ્યમથી કંપની પ્રીમિયમ સ્માર્ટફોનને ઘણા આકર્ષક કિમત પર વેચાણ કરશે.
આ સ્ટોરની શરૂઆતના મોકા પર ઓનલાઈન સ્ટોર પર આઇફોન-7 અને આઇફોન-7+ને પેશ કરવામાં આવ્યો છે. થોડા દિવસોમાં એરટેલના આ સ્ટોર પર બઘી પ્રમુખ બ્રાન્ડ ના ફોન ઉપલબ્ધ હશે.32 GBવાળા આઇફોન-7ને કંપનીએ 7777 રૂપિયાની કિમતે પેશ કર્યો છે. 7777 રૂપિયાના ડાઉન પેમેન્ટ બાદ તમારે 2,499 રૂપિયાના 24 ઇએમઆઇ આપવાના રહશે. સાથે જ કંપની 30GBનું 4G ડેટા પ્લાન પર આપી રહી છે.
આ પ્લાનમાં લોકલ,એસટીડીઅને નેશનલ રોમિંગ અનલિમિટેડ ફ્રી હશે. આ સાથે જ દુર્ઘટના અને સુરક્ષા વીમો પણ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યુ કે તે તેમના “પ્રોજેકટ નેક્સ્ટ” કાર્યક્રમનો ભાગ છે.
કંપનીના વૈશ્વિક સીઆઇઓ અને નિર્દેશક હરમીન મહેતાએ કહ્યું ક આ કંપની ની તરફથી પોતાના ગ્રાહકો માટે એક નવી ડિજિટલ પેશકશ છે. એરટેલની ઓનલાઇન સ્ટોર સર્વિસ અત્યારે દેશના માત્ર 21 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અને આવતા દિવસોમાં તે અન્ય બીજા શહેરોમાં ચાલુ કરશે.
એરટેલે પોતાના ઓનલાઇન સ્ટોર માટે એપલ ઇંક,એચડીએફસી બેન્ક,ક્લાઇક્સ કેપિટલ,સેયાંસ ટેક્નોલૉજી,બ્રાઇટસ્ટાર ટેલિકમ્યુનિકેશન્સ અને વોલ્કન એક્સ્પ્રેસ સાથે પાર્ટનરશિપ કરી છે.