• કોગ્રેસના આગેવાનમાં જો હિમંત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી કરતા? ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સણસણતો સવાલ
  • કોંગ્રેસના નેતાને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવાની જરૂર: સી. આર. પાટીલ

ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત આજે પાદરા ખાતે દિવ્યાંગ,વિધવા બહેનો , એનજીઓ ,સરકારી યોજનાના વિવિધ લાભાર્થીઓને સંબોધન કર્યુ તેમજ પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો. આ વેળાએ સંબોધનમાં સી.આર.પાટીલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વિવાદિત નિવેદનને વખોળ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નવસારીમાં પહેલો કાર્યક્રમ એક લાખ લોકોની ઉપસ્થિતિમાં કર્યો અને 17 હજાર લોકો પોતાનું જીવન સરળતાથી જીવી શકે તે માટે 17 હજાર સાઘનોનું વિતરણ કર્યું. દિવ્યાંગ ભાઇ બહેનોને  સાઘનો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વ્યવસ્થા કરી હતી. તેમની કેટલીક રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. આખા દેશમાં વિઘવા બહેનોને પેન્શન યોજના દ્વારા મદદ  કરવામાં આવે છે જેમાં વિઘવા બહેનોના દિકરો કે દિકરી 18 વર્ષના થાય ત્યા સુધી દિવ્યાંગને પેન્શન આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં રાજય સરકાર દ્વારા આજીવન પેન્શન આપવામાં આવે છે.

તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને, વિઘવા બહેનોને સહાય કરવામાં આવે છે. કામદાર ભાઇ બહેનો માટે શ્રમજીવી કાર્ડ આપવાની યોજના બનાવામાં આવી છે જેથી તેમને સરકારની યોજનાનો લાભ મળે. આત્મનિર્ભર કે આરોગ્ય માટે મા કાર્ડ યોજનાનો લાભ અપાવવા પણ પુરતા પ્રયત્ન કરવામાં આવે છે. મા કાર્ડ મારફતે ગરીબ વ્યકિત તેમની સારવાર કરી શકે છે. ગુજરાત જ એક માત્ર રાજય એવું છે કે જેની અંદર આદિવાસી વિસ્તારમાં  એક થી વધુ યોજનાનો લાભ એક જ વ્યકિતને મળ્યા હોય તેવા અનેક દાખલા છે.

IMG 20220525 WA0011

ભવિષ્યમાં પણ ભાજપના કાર્યકરો દરેક જરૂરિયાત મંદ વ્યકિતને સરકારની યોજનાના લાભો મળે તેવા પ્રયત્નો સતત કરતા રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિવ્યાંગ ભાઇ-બહેનો પોતે આત્મનિર્ભર બને તેઓ પોતાના જીવન નિર્વાહ માટે કોઇ સામે હાથ લંબાવવો ન પડે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે. ગુજરાતમાં વિવિઘ કામો જન હિતમાં કરવામાં આવ્યા છે તેના કારણે છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં સત્તામાં છે. ગુજરાતની જનતાએ આપેલો મત એળે નહી જાય તેની કાળજી ભાજપના કાર્યકરની છે અને ભાજપના કાર્યકર તમારી સાથે છે તેનો વિશ્વાસ અપાવ્યો.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસના નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગઇકાલે કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે. તેમના નિવેદનથી હિન્દુ ધર્મના ભાઇ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે તેમને હું અંહીથી  ચેતવણી આપું છું કે આવો જો પ્રયત્ન વાંરવાર કરશો તો આ હિન્દુધર્મના ભાઇ-બહેનો તેમને પાઠ ભણાવશે. તેમનામાં જો હિમંત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી કરતા ? તે સવાલ કર્યો . અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાઓ ફરતા હોય છે ત્યા તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે તે અંગે નિવેદન કરે આ નિવેદન આપે તો તે મર્દ છે. હિન્દુ ધર્મના ભાઇ-બહેનો સહિષ્ણુ છે તેઓ ઝડપથી નિવેદન આપતા નથી પરંતુ જયારે આપે ત્યારે ઉખાડીને ફેકી દે છે તે સમજી લે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે હર્ટ કરી કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રય્તન કરી ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્ન ન કરે તેમની હાર નક્કી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.