જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ના જાગૃત નાગરિક મંડળ, મહોત્સવ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત ભારત માતાની મૂર્તિ અર્પણ કરનાર મૂર્તિકાર મનસુખભાઈ ગોહિલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ ભારત માતા મૂર્તિનું દિપ પ્રાગટય કરી ઉદઘાટન કરતા જણાવ્યું કે, રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરવી તેમાં ભાગ લેવો પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે. સમિતિ છેલ્લા ૩૭ વર્ષથી અવિરત રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે સામાજિક કાર્યો કરે છે.
જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમી પાર્કના રહીશોની એકતાના કારણે રાજયમાં સમિતિ આગવું સ્થાન ધરાવે છે. મૂર્તિકાર મનસુખભાઈ ગોહિલનું શીલ્ડ સન્માન અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવે તથા શાલ ઓઢાડી બહુમાન સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, નવીનભાઈ પુરોહિત, ગોવિંદભાઈ ગોહેલ, પાર્થ ગોહેલે કર્યું હતું.